સ્પોર્ટ્સ/ જામનગરમાં ટેબલ ટેનિસ તરફ આકર્ષાતા યુવાનો : ઓપન ડિસ્ટ્રીક ટુર્નામેન્ટ યોજાઈ

જામનગરમાં ઓપન ડિસ્ટ્રીક ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ 7 રમતોમાં કુલ 57 જેટલા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Top Stories Gujarat Others
જામનગર

રાજયમાં ખેલ મહાકુંભથી ક્રિકેટ સાથે અન્ય રમત પ્રત્યે પણ લોકોના રસ રૂચી વધ્યા હોય એમ લાગે છે. વિવિધ શહેરોમાં જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય લેવલે હવે ક્રિકેટ સાથે અન્ય રમતો પણ રમાવાની શરૂ થઇ ચુકી છે. તાજેતરમાં જામનગર માં  ઓપન ડિસ્ટ્રીક ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ 7 રમતોમાં કુલ 57 જેટલા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જામનગર પહેલા પાલિતાણાનાં 9 બાળકો સ્વિમિંગ કોમ્પિટિશનમાં સ્ટેટ લેવલે ઝળક્યા હતા. રાજકોટમાં પણ લોકો વિવિધ રમતો રમી રહ્યાં છે. આમ રાજ્યભરમાં યુવાનો નવી નવી રમતો રમવા માટે પ્રેરાય રહ્યાં હોય એમ જાણવા મળે છે. જામનગરમાં યોજાયેલ ઓપન ડિસ્ટ્રીક ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બોયસ અંડર  14   અન્ડર 17 તેમજ  ગર્લ્સ અંડર  14 અને, અન્ડર-17, તેમજ પુરૂષ સિંગલ સ્પર્ધા અને મહિલાઓ માટેની અલગ સ્પર્ધા યોજાઈ હતી. સાથે 60થી વધુ પુરૂષો માટેની રમત યોજાઈ હતી જેમાં ખેલાડીઓ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો  હતો અને આ રમત સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ સ્પર્ધામાં અન્ડર-14 Girlsમાં લાલપુરની ચેતના લુઆ અને રનર્સઅપ લાલપુરની નેહા સરવૈયા  વિજેતા થઈ હતી.. અન્ડર-14 બોય્સમાં જામનગરના હર્ષ પનારા, રનર્સઅપ જામનગરના પજ્ઞનેશ પરમાર  વિજેતા થયા. અન્ડર-17 ગર્લ્સમાં લાલપુરની જ ચેતના લુઆ, અને રનર્સઅપ લાલપુરની ચેલસી વાછાણી  જીતી ગઈ હતી  તો અન્ડર 17 બોયઝ  લાલુપરના પ્રજ્ઞેશ પરમાર અને રનર્સઅપ લાલપુરના સ્મીત બુધ  વિજેતા થયા હતા. વુમેન્સમાં ચેમ્પીયન સંગીતા જેઠવા અને રનર્સઅપ શ્રધ્ધા મહેતા થયા. મેન્સમાં ચેમ્પિયન રોનક શાહ તેમજ રનર્સઅપ નિલેશ વિઠલાન થયા. તમામ વિજેતા ખૈલાડીઓને એવોર્ડ, સર્ટીફીકેટ આપીને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એશોસિએશન 2020થી ખુબ સક્રિય રીતે કામ કરે છે. ખાસ કરીને ટેબલ ટેનીસ સ્પોર્ટસ ક્ષેત્રે અનેક વિધ ટુર્નામેન્ટ તથા પ્લેયર્સના મનોબળને વધારવા યોગ્ય માર્ગદર્શન આપવા માટેના વિવિધ પ્રયાસો અને કાર્યો કરે છે. ભવિષ્યમાં જામનગરમાં ટેબલ ટેનીસ સારા ખૈલાડીઓ મળી રહે તે માટે નાના બાળકોને ટેબલ ટેનીસ રમવા માટેની તક મળી રહે તે હેતુથી 8 વિવિધ શાળાઓમાં ટેબલ ટેનીસના નવા ટેબલનુ વિતરણ કરવામાં આવ્યુ.

આ પણ વાંચો :  મોદી સરકાર આગામી 1.5 વર્ષમાં આપશે 10 લાખ નોકરીઓ,PMOએ ટ્વિટ કરી આપી માહિતી