Asia Cup/ BAN vs SL: શ્રીલંકાએ રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 42.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી નજમુલ હુસૈન શાંતોએ 122 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 89 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ પથિરાનાએ 7.4 ઓવરમાં 32 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

Asia Cup Sports
sri-lanka-bowled-out-bangladesh-for-164-matheesha-pathirana-took-four-wickets-najmul-hossain-shanto-scored-fifty-asia-cup-2023

Srilanka vs Bangladesh Asia Cup 2023: શ્રીલંકન ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સાથે રમાયેલી લો સ્કોરિંગ મેચ 5 વિકેટે જીતી લીધી છે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. નાના ટાર્ગેટનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમે સંપૂર્ણ ધીરજ બતાવી ગોકળગાયની ગતિએ લક્ષ્ય હાંસલ કર્યું અને 5 વિકેટે જીત મેળવી લીધી. શ્રીલંકા માટે, પ્રથમ મહિષ તિક્ષાનાએ બોલિંગમાં અને પછી બેટિંગમાં અજાયબીઓ કરી, સદીરા સમરવિક્રમા અને ચરિત અસલંકાએ તેમની ટીમને લક્ષ્યાંકથી આગળ લઈ જવા માટે અડધી સદીની ઇનિંગ્સ રમી.

શ્રીલંકાની ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ સાથે ઘરઆંગણે એશિયા કપ 2023માં વિજયી શરૂઆત કરી છે. બાંગ્લાદેશે આપેલા 165 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમ ગોકળગાયની ગતિએ આગળ વધી રહી હતી. યજમાન ટીમને શરૂઆતમાં બે મોટા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે દિમુથ કરુણારત્ને 1ના સ્કોર પર અને પથુમ નિસાન્કા 14ના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. આ પછી કુસલ મેન્ડિસ 5 રને, ધનંજયા ડી સિલ્વા 2 રને આઉટ થયા હતા.

શ્રીલંકાના બેટ્સમેન સદીરા સમરવિક્રમા 54(77) રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે ચરિત અસલંકાએ 62(92)ની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને અણનમ રહીને જીત અપાવીને જ પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકાએ લક્ષ્યાંક 39 ઓવરમાં 5 વિકેટના નુકસાને હાંસલ કરીને વિજયની લહેર લગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર દુશ્મનાવટ છે તેવી જ રીતે શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ કટ્ટર દુશ્મન ટીમો છે. આવી સ્થિતિમાં શ્રીલંકા માટે આ જીત ખૂબ જ ઉજવણી સમાન છે.

એશિયા કપ 2023 ની બીજી મેચ અને ગ્રુપ બીની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. પલ્લેકેલેના મુથિયા મુરલીધરન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાની ધમાકેદાર બોલિંગ સામે બાંગ્લાદેશનો કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો અને આખી ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશે 42.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ (Bangladesh) તરફથી નઝમુલ હુસૈન શાંતોએ શાનદાર બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. શાંતોએ 122 બોલમાં 7 ચોગ્ગા સાથે 89 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. ટીમના 8 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા નથી. શ્રીલંકાના પથિરાનાએ 7.4 ઓવરમાં 32 રન આપીને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. માત્ર 36 રનના સ્કોર પર ટીમે પોતાના મુખ્ય બેટ્સમેનને ગુમાવી દીધા હતા. સ્પિનર મહિષ તિક્ષાનાને બીજી ઓવરમાં શ્રીલંકા માટે પ્રથમ સફળતા મળી હતી. તેણે પોતાની પહેલી ઓવરના બીજા બોલ પર તનજીદ હસનને આઉટ કર્યો હતો. તંજીદે બે બોલનો સામનો કર્યો અને ખાતું ખોલાવી શક્યો નહીં.

તંજીદ હસન બાદ મોહમ્મદ નઈમ અને સુકાની શાકિબ અલ હસન (Shakib Al Hasan) પણ આઉટ થઈ ગયા હતા. મોહમ્મદ નઈમ આઠમી ઓવરના ચોથા બોલ પર પથુમ નિસાંકાના હાથે ધનંજય ડી સિલ્વા દ્વારા કેચ આઉટ થયો હતો. નઈમે 23 બોલમાં બે ફોરની મદદથી 16 રન બનાવ્યા હતા. તેના પછી બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવેલો શાકિબ વધુ સમય ટકી શક્યો ન હતો. પાંચ રન બનાવીને તે આઉટ થયો હતો. શાકિબને 11મી ઓવરના ચોથા બોલ પર મેથિસા પાથિરાના (Matheesha Pathirana) દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશને પાંચમો ફટકો મુશફિકુર રહીમના રૂપમાં લાગ્યો હતો. રહીમ 22 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે દિમુથ કરુણારત્નેના હાથે મથિશા પથિરાનાના હાથે કેચ આઉટ થયો હતો. મેહદી હસન મિરાજના રૂપમાં શ્રીલંકાને છઠ્ઠી સફળતા મળી. મેહદી હસન મિરાજ 37મી ઓવરના ત્રીજા બોલ પર રન આઉટ થયો હતો. તેણે 11 બોલમાં પાંચ રન બનાવ્યા હતા.

આ પછી બાંગ્લાદેશને બેવડો ઝટકો લાગ્યો હતો. વેલાલાગે 41મી ઓવરના પાંચમા બોલ પર મહેદી હસનને LBW આઉટ કર્યો હતો. તે 16 બોલમાં માત્ર છ રન બનાવી શક્યો હતો. તેના પછી આગલી ઓવરમાં શાનદાર બેટિંગ કરી રહેલો નઝમુલ હુસૈન શાંતો (Najmul Hossain Shanto) પેવેલિયન પરત ફર્યો હતો. નજમુલ 42મી ઓવરના બીજા બોલ પર મહિષ તિક્ષાના દ્વારા આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી પથિરાના ઉપરાંત મહિષ તિક્ષાનાએ બે વિકેટ ઝડપી હતી. ધનયાનજ ડી સિલ્વા, દુનિથ વેલાલ્ગે અને દાસુન શનાકાને એક-એક સફળતા મળી હતી.