Covid-19/ શ્રીલંકાનાં વિકેટકીપર બેટ્સમેન કુસલ પરેરા કોરોના પોઝિટિવ

શ્રીલંકાનાં વિકેટકીપર બેટ્સમેન કુસલ પરેરા કોવિડ-19 પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. શ્રીલંકા ક્રિકેટ (SLC) એ સોમવારે આ માહિતી આપી હતી.

Top Stories Sports
કુશલ પરેરા

શ્રીલંકાનાં વિકેટકીપર બેટ્સમેન કુસલ પરેરા કોવિડ-19 પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. શ્રીલંકા ક્રિકેટ (SLC) એ સોમવારે આ માહિતી આપી હતી. મંગળવારે 31 વર્ષીય કુસલ પરેરા ઈજાને કારણે ભારત સામેની ઘરેલુ સીરીઝ ચૂકી ગયો હતો. અગાઉ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ તેને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Cricket / શમીનો નવો રેકોર્ડ : ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વના મહાન બેટ્સમેનો કરતાં લોર્ડ્સ પર વધુ વ્યક્તિગત સ્કોર

શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પરેરાની ઓળખ થયા બાદ કોવિડ-19 સંબંધિત મેડિકલ પ્રોટોકોલ ચાલી રહ્યો છે. એસએલસીનાં પ્રવક્તાએ કહ્યું કે, પરેરાએ રાષ્ટ્રીય ટીમમાં જોડાતા પહેલા સરકારનાં ક્વોરેન્ટિન નિયમોનું પાલન કરવું પડશે. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા માટે તે ખભાની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે કે કેમ તેની હજુ પુષ્ટિ થઈ નથી. ટીમ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની તૈયારી માટે 25 ઓગસ્ટની આસપાસ બાયો-બબલમાં પ્રવેશ કરશે. શ્રીલંકા 2 થી 14 સપ્ટેમ્બર દરમિયાન કોલંબોમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે.

આ પણ વાંચો – IND vs ENG / લોર્ડસની બાલકનીથી પંત-ઇશાંત પર ભડક્યા વિરાટ, મેદાન પર જોવા મળ્યો હાઇ-વોલ્ટેજ ડ્રામા

શ્રીલંકાનાં વિકેટકીપર બેટ્સમેન કુશલ પરેરાએ પોતાની ટીમ માટે અત્યાર સુધી 22 ટેસ્ટ, 107 વન ડે અને 50 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેની પાસે ટેસ્ટ ક્રિકેટમાં બે સદી અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છ સદી છે. શ્રીલંકામાં કોવિડ-19 કેસોમાં તીવ્ર વધારો થયો છે, ત્યારબાદ સરકારે રાત્રિ કર્ફ્યુ લાદ્યો છે અને જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે.