સુરત/ SRP જવાનની બસને નડ્યો અકસ્માત, 17ને થઈ ઈજા, 4ની હાલત ગંભીર

કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા.

Gujarat Surat
SRP જવાનની
  • સુરતમાં SRP જવાનની બસનો અકસ્માત
  • સુરતના કિમ પાસેની ઘટના
  • સિયાલજ પાટિયા પાસે સર્જાયો અકસ્માત
  • બસમાં સવાર 4 જવાનોને પગમાં ફ્રેક્ચર
  • 13 જવાનોને નાની મોટી ઈજા
  • બસમાં 27 SRP જવાન હતા સવાર

સુરતમાં SRP જવાનની બસને અકસ્માત નડ્યો છે. કીમ પાસે આવેલા સિયાલજ પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો.બસ ટેન્કર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો,તો બસમાં સવાર ચાર જવાનોને પગમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે 17 જેટલા જવાનોને નાની મોટી ઈજા થઈ હતી. મહત્વનું છે કે અકસ્માત દરમિયાન બસમાં 27 SRP જવાનો સવાર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :ગુજરાતમાં અલગ અલગ આપઘાતની ઘટના, બે લોકોએ આ કારણોસર ટૂંકાવ્યું જીવન

આપને જણાવી દઈએ કે, કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની બસના ચાલકે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી હતી.

બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાની-મોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

નડિયાદથી અમદાવાદ જતી બસને નડ્યો અકસ્માત

આજે વહેલી સવારથી અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાતા રોડ પર વિઝીબીલીટ ઘટી જવા પામી હતી. જેનાથી નડિયાદથી અમદાવાદ જતી બસને પણ અકસ્માત નડ્યો હતો. નડિયાદથી ખાતરજ ચોકડી જતા સમયે વરસોલા પાસે ગાઢ ધુમ્મસ હોવાને કારણે બસ પલટી ગઈ હતી. આ બસમાં ડ્રાઈવર કંડકટર સહિત 38 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે, એક વૃક્ષને કારણે બસ સંપૂર્ણ પલટી મારતા રહી ગઈ હતી અને વૃક્ષના ટેકે અટકી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કોઈ મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ન હતો. માત્ર સામાન્ય ઈજા પહોચી હતી. 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સામાન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી હતી. એસ.ટી.બસ મિયાપુરથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી.

આ પણ વાંચો :શિક્ષિકાએ ઘેનની 20 ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં લખ્યું…

આ પણ વાંચો :રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ભલે ઘટ્યું પણ આગમી દિવસોમાં શીતલહેરની પૂરી સંભાવના

આ પણ વાંચો :ધ્રાંગધ્રા સબજેલમાં 8 મોબાઇલ ફોન, 8 ચાર્જર, ઇયરફોન અને 53 પાન માવા કેદીઓની

આ પણ વાંચો :ધંધુકામાં એની પ્રતિમા મૂકવાની સમગ્ર માલધારી સમાજની માંગ છે : વિજય સુંવાળા