Fake Incometax Officer/ SSC Fail બન્યો ઇન્કમટેક્સ અધિકારી, ચૂંટણી આચારસંહિતા લાગુ થતાં અધિકારીનો ભાંડો ફૂ્ટયો

કાનપુરમાં એક SSC Fail યુવક ઇન્કમટેક્સ અધિકારી બન્યો. પરંતુ લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થતા SSC Fail યુવક ઇન્કમટેક્સ અધિકારીનો ભાંડો ફૂટ્યો.

Top Stories India
Beginners guide to 2024 04 05T144414.879 SSC Fail બન્યો ઇન્કમટેક્સ અધિકારી, ચૂંટણી આચારસંહિતા લાગુ થતાં અધિકારીનો ભાંડો ફૂ્ટયો

ઉત્તરપ્રદેશ : કાનપુરમાં એક SSC Fail યુવક ઇન્કમટેક્સ અધિકારી બન્યો. પરંતુ આ ઇન્કમટેક્સ અધિકારીને લઈને ચોંકાવનારી વિગત સામે આવી. લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થતા SSC Fail યુવક ઇન્કમટેક્સ અધિકારીનો ભાંડો ફૂટ્યો. આ યુવક SSCમાં નાપાસ થતા પરિવારની કારર્કિદી બનાવવાની ઇચ્છા પૂર્ણ ના કરી શક્યો. SSCમાં નાપાસ થતા યુવકને પરિવારની ઇચ્છા પૂર્ણ કરવા આ જબરજસ્ત કીમીયો અપનાવ્યો. અને બન્યો ફેક ઇન્કમટેક્સ અધિકારી.

કાનપુરના રિતેશ શર્માની છે, જે એસએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ તેની પસંદગી ન થતાં તેણે નકલી આવકવેરા અધિકારી બનવાનો પ્લાન બનાવ્યો. લગભગ આઠ મહિના સુધી તે પોતાના પરિવારથી લઈને આડોશ-પાડોશના લોકો સુધી બધા પર વર્ચસ્વ જમાવતો રહ્યો. માતા-પિતા એટલા ખુશ હતા કે તેમના પુત્રના આવકવેરા અધિકારી બનવાના સમાચાર મળતાં જ તેઓએ તેમના સંબંધીઓ અને પરિચિતો માટે પાર્ટી આપી હતી. તેમજ ઘરે પૂજાનું આયોજન કર્યું હતું.

પુત્ર નીકળ્યો ફ્રોડ

પરંતુ તાજેતરમાં જ્યારે પોલીસ ઘરે પહોંચી અને પુત્રની હરકતો સામે આવી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે, દીકરો ઓફિસર નહીં પણ ફ્રોડ નીકળ્યો. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તેના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અધિકારી ફ્રોડ હોવાનો થયો પર્દાફાશ

વાસ્તવમાં, ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે આદર્શ આચારસંહિતા લાગુ છે. આવી સ્થિતિમાં કાનપુર પોલીસે બુધવારે મોડી સાંજે (3 એપ્રિલ) એક ચેકિંગ અભિયાન શરૂ કર્યું હતું. ત્યારબાદ રાવતપુર વિસ્તારમાં એક કાળી લક્ઝરી કાર (કિયા સેલ્ટોસ) જોવા મળી જેના પર નંબર પ્લેટની જગ્યાએ મોટા અક્ષરોમાં ભારત સરકાર અને આવકવેરા અધિકારી લખેલા હતા.

પોલીસે કાર રોકી તો યુવક ઉશ્કેરાઈને વાત કરવા લાગ્યો. તેણે પોતાનો પરિચય આવકવેરા વિભાગના અધિકારી તરીકે આપ્યો હતો. પહેલા તો પોલીસકર્મીઓ ચોંકી ગયા પરંતુ આ દરમિયાન એક પોલીસકર્મીએ તેને પૂછ્યું કે તે ઈન્કમ ટેક્સમાં કઈ પોસ્ટ પર છે, પરંતુ તેની પાસે કોઈ જવાબ નહોતો. આ અંગે પોલીસે વધુ કડક પૂછપરછ કરી હતી. આના પર યુવક ગુસ્સે થઈ ગયો. પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશને લાવી કડક પૂછપરછ કરતાં યુવકનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલા યુવકની ઓળખ રિતેશ શર્મા તરીકે થઈ છે.

આ મામલે ACP કલ્યાણપુરે જણાવ્યું કે રિતેશની કારમાં મોટી લાલ પ્લેટ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ લખેલું હતું. સામાન્ય રીતે આઈટી અધિકારીઓ આવી પ્લેટો લગાવતા નથી, જેના કારણે શંકા જતા તેને રોકી દેવામાં આવ્યો હતો. રિતેશે તેનું નકલી આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું, પરંતુ પોલીસે પૂછપરછ દરમિયાન કડક કાર્યવાહી કરતાં તે ભાંગી પડ્યો હતો.

પરિવાર છેતરાયો પુત્રના જુઠ્ઠાણામાં

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ રિતેશ એસએસસીની તૈયારી કરી રહ્યો હતો. જ્યારે તેને નોકરી ન મળી ત્યારે તેણે તેના પરિવારને જૂઠું બોલ્યું કે તેને નોકરી મળી ગઈ છે. રીતેશે તેના પિતાને કહ્યું હતું કે તમારો પુત્ર આટલો મોટો ઓફિસર છે, તે બાઇક પર જાય તો સારું નહીં લાગે. આ પછી તે રોજ કામ પર જવાનું કહીને પિતાની કારમાં ઘરેથી જતો હતો.

નકલી અધિકારી બનીને નાસતો ફરતો 

રિતેશ છેલ્લા આઠ મહિનાથી નકલી ઈન્કમટેક્સ ઓફિસર તરીકે નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું હતું. તેણે આ જ જુઠ્ઠાણું તેના પરિવારના સભ્યોને પણ કહ્યું હતું. કારણ કે, આવકવેરાની નોકરી નાની બાબત નથી. તેથી ખુશ થઈને પરિવારે ઘરે પૂજા કરાવી. પડોશીઓ અને સંબંધીઓને ભોજન પણ ખવડાવ્યું. એકંદરે કહી શકાય પુત્ર ઓફિસર બનતા પરિવારે સગા-સંબંધીઓને મોટી પાર્ટી આપી. કારણ કે, તેઓ બધા એવા ભ્રમમાં હતા કે રિતેશ ખરેખર ઓફિસર બની ગયો છે. રિતાશના પિતા લાકડાના કોન્ટ્રાક્ટર હોવાનું કહેવાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો

આ પણ વાંચો: uttarpradesh news/યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 16 હજાર મદરેસાની માન્યતા કરી નાબૂદ

આ પણ વાંચો: up news/લખનઉમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર, કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ