શિક્ષણ વિભાગ/ ધો.10નું ઓનલાઇન રિઝલ્ટ બનાવવાનું શરૂ

બીજી બાજુ બોર્ડ તરફથી ધો.10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઓનલાઇન તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. મોટા ભાગે 25 જૂન સુધીમાં ઓનલાઇન રિઝલ્ટ મૂકી દેવાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ.

Top Stories Gujarat Others Trending
Board ધો.10નું ઓનલાઇન રિઝલ્ટ બનાવવાનું શરૂ
– બોર્ડે શાળાઓ પાસેથી મેળવી વિગતો
– 25 જૂન સુધીમાં ઓનલાઇન રિઝલ્ટ મુકાય તેવી સંભાવના
@સોનલ અનડકટ
 
ગુરુવાર, ગાંધીનગર
શિક્ષણ વિભાગે કોરોનાકાળમાં ધોરણ 10માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યા બાદ હવે જૂન માસના અંત સુધીમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન રિઝલ્ટ આપી દેવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે.
ધોરણ 10માં માસ પ્રમોશન અંતર્ગત રિઝલ્ટ તૈયાર કરવા માટે ખાસ ફોર્મ્યુલા નક્કી કરાઈ હતી, જેમાં ધો.9ની સામયિક કસોટીના માર્ક્સ સહિતની વિગતો ધ્યાને લેવાની હતી. આ વિગતો બોર્ડને જે તે શાળા પાસેથી મેળવવાની હતી. આ માટે બોર્ડ તરફથી 8 જૂનના રોજથી કામગીરી શરૂ કરી દેવાઈ હતી. 17 જૂનના રોજ આ કામગીરી પૂર્ણ કરવાનો છેલ્લો દિવસ હતો, જે અંતર્ગત રાજ્યની તમામ 10962 શાળાઓ પાસેથી ધો.10માં બેસનારા 8,58,388 વિદ્યાર્થીઓ ના માર્કસની વિગતો બોર્ડને શાળાઓ તરફથી ઓનલાઇન મળી ચુકી છે. ગુરુવારે મોડી રાત્રી સુધીમાં બોર્ડ આ તમામ કામગીરી પૂર્ણ કરી દેશે.