Russia-Ukraine war/ રોમાનિયાથી યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવી રહ્યું છે એર ઈન્ડિયાનું વિમાન, 4 વાગ્યે મુંબઈમાં ઉતરશે

કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાના પ્રયાસો તેજ કર્યા છે. રોમાનિયાથી ભારતીયોને લાવતું એર ઈન્ડિયાનું વિમાન આજે સાંજે 4 વાગ્યે મુંબઈમાં ઉતરશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આ મુસાફરોને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવકારશે.

Top Stories India
air

આ પણ વાંચો:યુક્રેનને પાડી દેવાની ફિરાકમાં ?… રશિયાની રાજધાની મૉસ્કોમાં શક્તિશાળી મિસાઈલના કથિત દ્રશ્યો આવ્યા સામે…

આપને જણાવી દઈએ કે, રશિયન સેનાએ યુક્રેનમાં ભયાનક તબાહી મચાવી છે. બંને તરફથી થયેલા હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. હજારો ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે.

યુક્રેનિયન એરસ્પેસ બંધ કરતા પહેલા એર ઈન્ડિયાએ 22 ફેબ્રુઆરીએ યુક્રેનની રાજધાની કિવ માટે એક વિમાન મોકલ્યું હતું જેમાં 240 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા હતા. તેણે 24 અને 26 ફેબ્રુઆરીના રોજ વધુ બે ફ્લાઇટ્સનું સંચાલન કરવાની યોજના બનાવી હતી

રશિયાએ 24 ફેબ્રુઆરીએ આક્રમણ શરૂ કર્યું અને ત્યારબાદ યુક્રેનિયન એરસ્પેસ બંધ કરી દેવાને કારણે આ થઈ શક્યું નહીં. એર ઈન્ડિયાએ શુક્રવારે રાત્રે ટ્વિટ કર્યું કે તે શનિવારે દિલ્હી અને મુંબઈથી બુકારેસ્ટ અને બુડાપેસ્ટ માટે B787 એરક્રાફ્ટનું સંચાલન કરશે.

આ પણ વાંચો:યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત-રશિયા સંબંધોને લઈને અમેરિકાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:પાકિસ્તાની ડ્રોને ફરીથી કાશ્મીરમાં શસ્ત્રો ફેંક્યા, પ્રથમ વખત લિક્વિડ કેમિકલ