Covid-19/ US માં રસીકરણ શરૂ, જાણો કેટલા લોકોને અપાયો પ્રથમ ડોઝ

કોરોના વાયરસ સામે લડતા વિશ્વ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે….

Top Stories World
zzas 116 US માં રસીકરણ શરૂ, જાણો કેટલા લોકોને અપાયો પ્રથમ ડોઝ

કોરોના વાયરસ સામે લડતા વિશ્વ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (સીડીસી) નાં ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, 10 લાખથી વધુ લોકોને કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

zzas 117 US માં રસીકરણ શરૂ, જાણો કેટલા લોકોને અપાયો પ્રથમ ડોઝ

રેડફિલ્ડે કહ્યું, ‘અમેરિકાએ આજે ​​એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, 10 લાખથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણ અભિયાન 10 દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. મુખ્ય સલાહકાર મોનસેફે જણાવ્યું હતું કે, “અમે આ મહિના સુધીમાં 2 કરોડ લોકોને રસી આપવાના લક્ષ્યાંકને પહોંચી વળવા સક્ષમ નહીં થઇ શકીએ, પરંતુ અમેરિકા આવતા વર્ષે 2021 નાં પ્રથમ ક્વાર્ટર સુધીમાં 10 કરોડ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે.”

zzas 118 US માં રસીકરણ શરૂ, જાણો કેટલા લોકોને અપાયો પ્રથમ ડોઝ

ફાઈઝર અને બાયોંટેક દ્વારા ઉત્પાદિત રસીને ગયા અઠવાડિયે અમેરિકામાં માન્યતા મળી હતી અને તે પછી રસીનાં 30 લાખ ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા. આ અઠવાડિયે, મોડર્ના રસીનાં 60 લાખ ડોઝ અને ફાઇઝર રસીનાં 20 લાખ ડોઝ પહોંચાડવામાં આવશે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા એક છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 3 લાખ 20 હજાર લોકો માર્યા ગયા છે.

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્ય…

Covid-19 / સલામ છે માસિક ધર્મ દરમિયાન પણ કલાકો સુધી PPE કીટ પહેરીને ફરજ…

Covid-19: છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ અમદાવાદીઓ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો