Not Set/ આજથી ધો.1 થી 5ની શાળાઓ શરૂ, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી

ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાની સરકારે જાહેરાત કરી હતી. જોકે, સરકારના નિર્ણય અંગે વાલીઓનો મિશ્ર પ્રતિસાદ જોવા મળયો છે. હજી પણ….

Top Stories Gujarat Others
ધો.1 થી 5ની શાળાઓ

રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1 થી 5 ના વર્ગોની શરૂઆત થઈ છે. નવા શૈક્ષણિક સત્ર સાથે ઓફલાઈન વર્ગો શરૂ થતા રાજકોટમાં બાળકોએ શાળાએ પહોંચ્યા છે. તો છેલ્લા બે વર્ષ બાદ હવે ધો.1 થી 5ની શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે.મહત્વનું છે કે શાળામાં કોવિડ SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને વાલીઓની મંજૂરી જરૂરી રહેશે.  તો ઓફલાઈન વર્ગો સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે.

આ પણ વાંચો :નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી: રાજ્ય ગૃહમંત્રી

આજથી ફરી એકવાર શાળાઓ શરૂ થઈ છે. એક તરફ દિવાળી વેકેશન પૂરૂ થયુ છે. તો બીજી તરફ, 20 મહિના જેટલા લાંબા સમય બાદ ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ થયા છે. ત્યારે અમદાવાદમાં આવેલી નારણપુરા શાળા નંબર 1 અને 2 ખાતે વિદ્યાર્થીઓનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું. બાળકોના ટેમ્પરેચર માપવામાં આવ્યા, માસ્ક અને વાલીના સંમતિ પત્ર સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો.

જોકે, બાળકોના વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવાના હોઈ રાજ્યભરમાં ગણતરીની જ શાળાઓમાં આજથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થઈ શક્યા છે. ધોરણ 1 થી 5 ના ઓફલાઇન વર્ગ શરૂ કરવા અંગે સરકારે ગઈકાલે જ જાહેરાત કરી હોઈ SoP ના પાલન માટે શાળાઓને એક થી બે દિવસનો સમય લાગશે.

આ પણ વાંચો :ફિલ્મ જગતની અભિનેત્રી માધુરી દીક્ષિત ચાંપાનેર- પાવાગઢ ખાતે ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે વડોદરા આવશે

સોમવારથી સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે આ પ્રકારની કામગીરી પણ થઈ શકે તેમ નથી. સરકારે સ્કૂલો શરૂ કરતાં પહેલા સંચાલકો-વાલીઓ સાથે પરામર્શ કે વાટાઘાટો કરી નથી. સંચાલકોનું કહેવું છે કે, સરકારને એવી તો શી મજબૂરી છે કે, જેમને સીધી અસર થવાની છે તેવા વાલીઓ, સંચલકો કે અન્ય સંબંધિત લોકોને જાણ કર્યા વિના સોમવારથી જ સ્કૂલો શરૂ થશે તેવી જાહેરાત કરવી પડે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે.

ગઈકાલે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાની સરકારે જાહેરાત કરી હતી. જોકે, સરકારના નિર્ણય અંગે વાલીઓનો મિશ્ર પ્રતિસાદ જોવા મળયો છે. હજી પણ અનેક વાલીઓમાં તેમના બાળકોને શાળાએ મોકલવામાં ડર છે. કટેલાક વાલીઓએ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાનો સરકારનો નિર્ણય ઉતાવાળીઓ ગણાવ્યો છે. તેમને ચિંતા છે કે, બાળકોને વેક્સિન મળી નથી ત્યારે બાળકોની જવાબદારી કોણ લેશે. બાળકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે તેવુ વાલીઓનું કહેવુ છે. તો કેટલાક વાલીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. ઘરમાં રહી બાળકોનો વિકાસ રૂંધાયો છે. બાળકોને શાળાએ મોકલવા અનિવાર્ય છે. બાળકો પાસે નિયમોનું પાલન કરાવવું એ વાલીઓની નૈતિક ફરજ છે તેવુ તેમનુ કહેવુ છે.

આ પણ વાંચો :રાજયમાં કમોસમી વરસાદના લીધે પાકને નુકસાન થતાં , એક કિલો ટામેટાંનો ભાવ 100 રૂપિયે પહોંચ્યો

આ પણ વાંચો :ગોધરા સબ જેલનો સિપાહી હિતેશ રબારી ₹ ૪૦૦ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી.ના હાથે ઝડપાયો

આ પણ વાંચો : ૧૦૮ ટીમના કર્મચારીઓની પ્રમાણિકતા, દર્દીના પરિવારજનોને રોકડ તેમજ મોબાઈલ કર્યા પરત