ટેલિવૂડ/ પવિત્ર રિશ્તા 2નું શૂટિંગ શરૂ, માનવ-અર્ચનાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

શોના કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સુરનાએ શાહિર શેખની પસંદગી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું- ‘પવિત્ર રિશ્તા 2.0 સંપૂર્ણ ડિજિટલ છે.

Trending Entertainment
A 212 પવિત્ર રિશ્તા 2નું શૂટિંગ શરૂ, માનવ-અર્ચનાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

એકતા કપૂરના ફેમ શો ‘પવિત્ર રિશ્તા 2.0’ ની સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે. એક્ટર શાહિર શેખ ડિજિટલ પ્લેટફોર્મ એએલટી બાલાજી પર આવતા આ મોસ્ટ અવેઇટેડ શોમાં માનવની ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે અગાઉ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ‘પવિત્ર રિશ્તા’માં માનવની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિરિયલમાં તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડે અર્ચનાના રૂપમાં જોવા મળી હતી. જોકે આ વખતે પણ અંકિતા અર્ચનાના રૂપમાં જોવા મળશે.

અલ્ટ બાલાજીએ પવિત્ર રિશ્તા 2 નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં અર્ચના-માનવ ઉપરાંત અન્ય પાત્રો પણ જોવા મળે છે. છેલ્લા ભાગમાં માનવની માતાની ભૂમિકા નિભાવવા માટે પ્રખ્યાત બનેલી ઉષા નાડકર્ણી પણ આ વખતે તેની ભૂમિકામાં છે. આ સિવાય રણદીપ રાય પણ આ શોનો એક ભાગ છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :રજનીકાંતે છોડ્યું પોલિટીક્સ, રજની મક્કલ મંદ્રમનો કર્યો ભંગ

શોને પ્રોડ્યુસ કરી રહેલા ઑલ્ટ બાલાજીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર રવિવારે ‘પવિત્ર રિશ્તા 2’ના શૂટિંગની પ્રથમ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અંકિતા અને શહીરના હાથમાં ક્લેપબોર્ડ જોવા મળી રહ્યું છે. એક તસવીરમાં શહીર શેખ એક્ટ્રેસ ઉષા નાડકર્ણી સાથે જોવા મળી રહ્યો છે. જે શોમાં માનવની મમ્મીના રોલમાં જોવા મળશે.

Instagram will load in the frontend.

આ તસવીરો શેર કરતાં લખવામાં આવ્યું છે, “ઘણીવાર આપણને અત્યંત સાધારણ જિંદગીમાં અસામાન્ય લવ સ્ટોરીઝ મળી જાય છે. માનવ-અર્ચનાની અસામાન્ય લવ સ્ટોરીના સાક્ષી બનો. પવિત્ર રિશ્તા 2નું શૂટિંગ શરૂ થયું છે. જલદી જ ઑલ્ટ બાલાજી પર પ્રસારિત થશે.”

આ પણ વાંચો :ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ, દમદાર છે અજય દેવગનના ડાયલોગ

Instagram will load in the frontend.

તાજેતરમાં જ શોના કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સુરનાએ શાહિર શેખની પસંદગી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું- ‘પવિત્ર રિશ્તા 2.0 સંપૂર્ણ ડિજિટલ છે. આ બધા માટે એક પડકાર છે. જે કાર્ય છે તે માત્ર મારા માટે જ નહીં પણ અભિનેતા કલાકારો માટે પણ એક પડકાર છે. જો અમે નવો શો બતાવ્યો હોત તો બધું તાજું થતું, પરંતુ સિરિયલે પહેલેથી જ બેંચમાર્ક સેટ કરી દીધો છે, તેથી તે સરળ નહીં હોય.

તે જાણીતું છે કે પવિત્ર રિશ્તાના પહેલા ભાગમાં સુશાંત સિંહ રાજપૂતે માનવની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાને તેને દેશભરમાં ઓળખ મળી અને આજે પણ આ શો સુશાંત તરીકે ઓળખાય છે. સુશાંત પછી હિતેન તેજવાનીએ 2014 સુધી અંકિતાની અપોજિટ માનવની ભૂમિકા ભજવી હતી. હવે નવા માનવ એટલે કે શહિર શેઠ સાથે અર્ચનાની ઓન-સ્ક્રીન જોડી શું રંગ જમાવી શકે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો :મુંબઈમાં અભિનેતા સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ કરાઈ સીલ, આ છે કારણ