હવામાન/ અમદાવાદ સહીત રાજ્યના અનેક ભાગમાં જન્માષ્ટમીની સાંજે મેઘમહેર, નગરજનોને ગરમીમાંથી મળી રાહત

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જેને લઇ શહેરજનોને લાંબા સમય પછી ગરમી માંથી રાહત મળી છે. રાજ્યના મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, અંબાજી, આણંદ, વડોદરા, દાહોદ ભાવનગર વિગેરે જીલ્લામાં હળવા થી ભારે વરસાદ વરસી રહ્યો છે.

Top Stories Gujarat Others
ખેંચાયેલો વરસાદ

રાજ્યમાં  નાગરિકો છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેમાયે ખાસ કરીને ખેડૂત તો કાગ ડોળે વરસાદની રાહ જોઈને બેઠો છે. ત્યારે ઘણા સમયથી ખેંચાયેલો વરસાદ આજે જન્માષ્ટમીની સમી સાંજે વરસીને નગરજનોને રાહત આપી છે. અમદાવાદ સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની મહેર જોવા મળી છે.

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જેને લઇ શહેરજનોને લાંબા સમય પછી ગરમી માંથી રાહત મળી છે. રાજ્યના મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, અંબાજી, આણંદ, વડોદરા, દાહોદ ભાવનગર વિગેરે જીલ્લામાં હળવા થી ભારે વરસાદ વરસી રહ્યો છે.

તો અમદાવાદ્દ શહેરના રિલિફ રોડ, કાલુપરુ, એસજી હાઈવે, સિંધુ ભવન, ચાંદખેડા, સાબરમતી, બોડકદેવ, સહીત પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ અચાનક શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને વરસાદી ઝાપટાઓ પડ્યા હતા.

ભાવનગરના મહુવા શહેરમા ઝરમર વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ ઝરમર વરસાદ આવતા મેધદૂત, વાસી તળાવ, સિટીઝન ચોકમાં વરસાદ જોવા માળો છે. અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે.

અંબાજી ખાતે પણ લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા શક્તિ પીઠ અંબાજી મંદિર વરસાદમાં ભીંજાયું છે. અને ભક્તો અને ધરતી પુત્રોમાં ખુશીની લાગણી છવાઇ છે.

યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીના પર્વે વરસાદની પધરામણી  થતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદથી ઠંડક ભર્યો માહોલ સર્જાયો છે.

વડોદરા શહેરમાં વરસાદી માહોલ  સર્જાયો છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. સરોવરમાં નવા નીરની આવક થતા પાણી મુદ્દે આંશિક રાહત મળશે. આણંદ જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વઘાસી, મોગર, ચિખોદરા,બેડવા સહિત ગામડાઓમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

તાલિબાની નેતા / તાલિબાનનો વડા હૈબતુલ્લા અખુંદઝાદા કંદહારમાં જ છુપાયો છે,ટૂંક સમયમાં દુનિયા સામે આવશે

સંબોધન / સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે મોટો પડકાર ઉભો કરી શકે છે