Not Set/ વડોદરા: જાવેદ હબીબ સલૂનમાં મહિલા સાથે શારીરિક છેડતી, કર્મચારીની ધરપકડ

જાવેદ હબીબ દેશની જાણીતી હેર સ્ટાઇલિસ્ટ ચેઇન છે. જેની દેશભરમાં ઘણી શખાઓ આવેલી છે. જાવેદ હબીબની વડોદરા માં આવેલી શાખામાં મહિલા સાથે શારીરિક છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી સલૂન માં હેર સ્પા કરાવવા આવેલી મહિલા સાથે છેડતી થઇ હોવાની ઘટના બહાર આવી છે. મળતી વિગતો મુજબ હેર સ્પા કરાવવા […]

Top Stories Gujarat Vadodara
mantavya 27 વડોદરા: જાવેદ હબીબ સલૂનમાં મહિલા સાથે શારીરિક છેડતી, કર્મચારીની ધરપકડ

જાવેદ હબીબ દેશની જાણીતી હેર સ્ટાઇલિસ્ટ ચેઇન છે. જેની દેશભરમાં ઘણી શખાઓ આવેલી છે. જાવેદ હબીબની વડોદરા માં આવેલી શાખામાં મહિલા સાથે શારીરિક છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી સલૂન માં હેર સ્પા કરાવવા આવેલી મહિલા સાથે છેડતી થઇ હોવાની ઘટના બહાર આવી છે. મળતી વિગતો મુજબ હેર સ્પા કરાવવા આવેલી મહિલાની એકલતાનો લાભ લઈને સલૂનના જ એક કર્મચારી દ્વારા મહિલા સાથે છેડતીની હરકત કરવામાં આવી છે.

javed habib e1536142995198 વડોદરા: જાવેદ હબીબ સલૂનમાં મહિલા સાથે શારીરિક છેડતી, કર્મચારીની ધરપકડ

દેશભરમાં ખ્યાતનામ સલૂનમાં આ પ્રકારની ગંભીર ઘટના સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે. વડોદરા જેવી કલા નગરીમાં આ પ્રકારની ઘટના બનતા શહેર નિવાસીઓમાં ગુસ્સાનું વાતાવરણ છે.

જાવેદ હબીબ સલૂનમાં હેર સ્પા કરાવવા આવેલી મહિલાએ, સાલુન કર્મચારી દ્વારા છેડતી થઇ હોવાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમા ફરિયાદ લખાવી છે. જે બાદ પોલીસ હરકતમાં આવતા સલૂનના કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા કર્મચારીનું નામ અબ્દુલ આબીદ નિસાર શેખ છે.

sayajiganj e1536143017600 વડોદરા: જાવેદ હબીબ સલૂનમાં મહિલા સાથે શારીરિક છેડતી, કર્મચારીની ધરપકડ

આરોપી જાવેદ હબીબ સલૂનમાં હેર સ્પા વગેરેનું કામ કરે છે. મહિલા સલૂનમાં આવ્યા સમયે, આરોપીએ એકલતાનો લાભ લઈને છેડતી કરવાની હરકત કરી હતી. આરોપી હાલ, પોલીસ કસ્ટડીમાં છે.