Election/ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પૂર્ણ, ગૂંચ ઉકેલવા ફરી બીજી બેઠક શરૂ

પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની અગાઉની બેઠકમાં બોર્ડ અને ખાસ કરીને પ્રદેશ ભજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા 3 મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા, નિર્ણયો જો કે ગુજરાત ભાજપમાં

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Politics
patil rupani પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પૂર્ણ, ગૂંચ ઉકેલવા ફરી બીજી બેઠક શરૂ

પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની અગાઉની બેઠકમાં બોર્ડ અને ખાસ કરીને પ્રદેશ ભજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા 3 મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા, નિર્ણયો જો કે ગુજરાત ભાજપમાં  યુવાની ભરી દે તેવા કહી શકાય અને અનેક સામાન્ય લોકો દ્વારા પણ આ નિર્ણયોની પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ નિર્ણયો અને જ્યારે મોટા પરિવર્તનશીલ નિર્ણયોની વાત આવે ત્યારે નારાજગી અને વિરોધના શુરો તો ઉઠે જ તેવું પૂર્વે પણ અનેક વખત જોવામાં આવ્યું છે. પરિવર્તન સંદર્ભે માટે જ કોઇ મહાપુરુષ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “પરંપરામાં કદી ફૂલ ખીલતા નથી” તાત્પર્ય એવો છે કે રાબેતા મુજબની વસ્તુઓમાં નવીનતા લાવી શકાતી નથી. જેમ ચાલે છે તેમ ચાલતું રહે છે. નવીનતા માટે નવુ અને પરિવર્તન જરુરી છે. અને પરિવર્તન અસરકારક રહેશે તે ત્યારે જ ખબર પડી જાય છે જ્યારે તેનો જોરશોરથી વિરોધ થાય છે. ભાજપનાં 3 મહત્વનાં નિર્ણયમાં પણ આવુ જ જોવામા આવ્યું.

જો કે, આજે યોજવામાં આવેલી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પૂર્ણ થઇ ચૂકી છે અને તમામ 6 મનપાના ઉમેદવારો પર ચર્ચા પૂર્ણ થઇ ચૂકી છે તેવી વિગતો સામે આવી રહી છે. બેઠક પ્રદેશ અધ્યક્ષ અને CMની હાજરીમાં મળી હતી અને કાલે સવારે તમામ ઉમેદવારોનાં નામ જાહેર કરવાની શક્યતા જોવામાંં આવી રહી છે. પરંતુ અપવાદ તો દરેક જગ્યાએ હોય જ છે અને આહીં પણ આવુ જ કશુંક જોવામાં આવી રહ્યું છે.

6 મનપા પર ચર્ચા દરમિયાન ગુંચ પડી હોવાની વિગતો ઘારવામાં આવી રહી છે. અને આ ગૂંચ ઉકેલવા ફરી બીજી બેઠક શરૂ થઇ ચૂકી છે. આપને જણાવી દઇએ કે, મહત્વનાં નિર્ણયો અને બીજી બાબતોને લઇને કદાચ ઉમેદવારી માટેનાં કેટલાક નામ પર સર્વસંમતિ નથી સધાઈ. આ માઠાંગાઠ ઉકેલવા ફરી બેઠક યોજાવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, બેઠકમાં માત્ર પ્રદેશ પ્રમુખ અને સીએમ હાજર છે. તો સાથે સાથે ભીખુભાઇ દલસાનિયા, મહામંત્રીઓ પણ હાજર છે. સુરત, રાજકોટના કેટલાક નામ પર ચર્ચા થઇ શકે છે. સાથે સાથે અમદાવાદના કેટલાક નામ પર પણ ચર્ચા થઇ શકે છે. તદ ઉપરાંત ચૂંટણીના આયોજન સંર્દભે પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…