કોરોના/ રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કોરોના સંક્રમિત,ટ્વિટર પર આપી માહિતી

દેશ સહિત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આરોગ્યમંત્રી કોરોનાગ્રસ્ત થયા હતા ત્યાં ફરી એક કેબિનેટ મંત્રી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

Top Stories Gujarat
16 8 રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કોરોના સંક્રમિત,ટ્વિટર પર આપી માહિતી
  • રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત
  • કેબિનેટ મંત્રી થયા કોરોના પોઝિટિવ
  • વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી કોરોના પોઝિટિવ
  • પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી

દેશ સહિત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આરોગ્યમંત્રી કોરોનાગ્રસ્ત થયા હતા ત્યાં ફરી એક કેબિનેટ મંત્રી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કોરોના સંક્રમિત થયા છે. તેમને હળવા લક્ષણો જોવા મળ્યા હતા તેમણે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આ વાહનવ્યવહાર મંત્રી પૂર્ણે્શ મોદીએ ટ્વિર દ્વારા કોરોના થયો હોવાની માહિતી આપી હતી અને જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેમને પણ ટેસ્ટ કરાવી લેવા કહ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે.ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 529 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 408 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,17,623 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 59,218 ડોઝ આપવામાં આવ્યા છે