Not Set/ સુરત : ખનીજ ચોરોને રંગેહાથ પકડવા ડ્રોન કેમેરા ઉપયોગમાં લેવાશે

ભૂમાફિયાઓ દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે સક્રિય છે. ભૂસ્તર વિભાગ જયારે રેડ કરવા જાય છે, ત્યારે આ ભુમાફિયાઓને ખબર પડી જતી હોય છે, અને અધિકારીઓએ વીલા મોઢે પાછું ફરવું પડતું હોય છે. આવા સંજોગો વચ્ચે સુરત ભૂસ્તર વિભાગ દ્વારા નવો ઉપાય કરવામાં આવ્યો છે. સચોટ કામગીરી માટે સુરત ભૂસ્તર વિભાગ હવે, ડ્રોન કેમેરાથી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી […]

Top Stories Gujarat
538875 246587 mining1 સુરત : ખનીજ ચોરોને રંગેહાથ પકડવા ડ્રોન કેમેરા ઉપયોગમાં લેવાશે

ભૂમાફિયાઓ દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે સક્રિય છે. ભૂસ્તર વિભાગ જયારે રેડ કરવા જાય છે, ત્યારે આ ભુમાફિયાઓને ખબર પડી જતી હોય છે, અને અધિકારીઓએ વીલા મોઢે પાછું ફરવું પડતું હોય છે.

Mine e1537446558813 સુરત : ખનીજ ચોરોને રંગેહાથ પકડવા ડ્રોન કેમેરા ઉપયોગમાં લેવાશે

આવા સંજોગો વચ્ચે સુરત ભૂસ્તર વિભાગ દ્વારા નવો ઉપાય કરવામાં આવ્યો છે. સચોટ કામગીરી માટે સુરત ભૂસ્તર વિભાગ હવે, ડ્રોન કેમેરાથી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાનું શરુ કરતા ભુમાફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.

news 19082014 e1537446595291 સુરત : ખનીજ ચોરોને રંગેહાથ પકડવા ડ્રોન કેમેરા ઉપયોગમાં લેવાશે

સુરત અને તાપી જિલ્લામાંથી પસાર થતી તાપી નદીને ભુમાફિયાઓની નજર લાગી ગઈ છે. તાપી નદીમાં બેરોકટોક ખનીજ ચોરી થઇ રહી છે. ત્યારે ભુમાફિયાઓને ખનીજ ચોરી કરતા રંગેહાથ ઝડપવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. જેમાં ઘટના સ્થળ કેમેરામાં કેદ થશે, એ બધો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવશે. તેમજ વાહનોના નંબરના આધારે માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.