Not Set/ રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પરનો વેટ ઘટશે નહિ : નીતિન પટેલ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપ યુવા મોરચાના અધિવેશનમાં પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ પર ખુબ પ્રહાર કર્યા હતા. નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકારે પહેલેથી જ વેટ ઘટાડી દીધો છે. તેથી પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવામાં આવશે નહિ. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં, પેટ્રોલ ડીઝલ પર માત્ર 20 ટકા […]

Top Stories Gujarat
nitin 1527266218 રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પરનો વેટ ઘટશે નહિ : નીતિન પટેલ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપ યુવા મોરચાના અધિવેશનમાં પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ પર ખુબ પ્રહાર કર્યા હતા. નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકારે પહેલેથી જ વેટ ઘટાડી દીધો છે. તેથી પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવામાં આવશે નહિ.

Fuel e1536668599944 રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પરનો વેટ ઘટશે નહિ : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં, પેટ્રોલ ડીઝલ પર માત્ર 20 ટકા વેટ લેવામાં આવી રહ્યો છે. જયારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઇંધણ પર 25 થી 30 ટકા ટેક્સ લેવામાં આવે છે.  કોંગ્રેસ પાર્ટી રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.

જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલમાં આજે 24માં દિવસે પણ ભાવ વધારો જોવા મળ્યો હતો. પેટ્રોલમાં આજે 14 પૈસા અને ડીઝલમાં 15 પૈસા પ્રતિ લિટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધારાને લઈને 10 સપ્ટેમ્બરે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું.