Not Set/ રાજ્યની ન.પાનો શહેર સમકક્ષ વિકાસ કરાશે, ટી.પી.સ્કીમમાં કરાશે વધારો 

પાલિકાના કાર્ય માટેની પદ્ધતિમાં રાજયસરકાર ફેરફાર કરવા વિચારણા કરી રહી છે. જે મુજબ પાલિકામાં ચૂંટાયેલાં પ્રતિનિધિને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો ઉપયોગ પ્રજાકીય કાર્ય માટે જ થાય. 

Gujarat
નગરપાલિકાનો રાજ્યની ન.પાનો શહેર સમકક્ષ વિકાસ કરાશે, ટી.પી.સ્કીમમાં

ગુજરાતના છેવાડા સુધી વિકાસ થાય તે દિશામાં સરકાર પગલા ભરી રહી છે. મહાનગર પાલિકાની જેમ નગરપાલિકાનો વિકાસ થાય તે માટે સરકારે બીડું હાથ ધર્યું છે.

  • શહેરીવિકાસ વિભાગની કવાયત
  • નગરપાલિકાના વિકાસ હેતુ ટી.પી.સ્કીમ વધારાશે
  • નગરજનોને વધુ પ્રાથમિક સુવિધા અપાશે
  • સરકારીગ્રાન્ટમાંથી યોજનાનો અમલ કરો
  • વીજ મેઇનટેનન્સની કામગીરી નગરપાલિકાને સોંપવા વિચારણા

ગુજરાતમાં મહાનગરોના સમકક્ષ નગરનો વિકાસ કરવાનું બીડું ગુજરાત સરકારે ઝડપ્યું છે. રાજ્યમાં 155 નગરપાલિકા આવેલી છે. દરમિયાન પાલિકાના કાર્ય માટેની પદ્ધતિમાં રાજયસરકાર ફેરફાર કરવા વિચારણા કરી રહી છે. જે મુજબ પાલિકામાં ચૂંટાયેલાં પ્રતિનિધિને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો ઉપયોગ પ્રજાકીય કાર્ય માટે જ થાય.  પ્રાથમિક સુવિધા નગરજનોને પૂરતા પ્રમાણમાં મળે અને પાલિકાના પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટ મહદઅંશે વિકાસકાર્ય માટે ઉપયોગમાં લેવાની સૂચના પાલિકા કોર્પોરેટરોને આપવામાં આવી છે.

વિકાસકાર્ય માટે મહત્વના નિર્ણય 

  • વિજ મેઇનટેનન્સની કાર્યવાહી નગરપાલિકાને સોંપવા વિચારણા
  • વિકાસ કાર્ય અંગે એજન્સી હસ્તકની કામગીરી ન.પાને સોંપવા વિચારણા
  • નગરપાલિકામાં ટી.પી.સ્કીમની સંખ્યા વધારાશે
  • પેન્ડીંગ ટીપીની ઝડપથી સમીક્ષા કરવી
  • સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પીવાના પાણીની સુવિધા પુરી પાડો

એકંદરે રાજ્યની નગરપાલિકાનો પણ હવે શહેર સમકક્ષ વિકાસ કરવા મુખમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે કવાયત હાથ ધરી છે.