Not Set/ વરસાદની ખેંચના પગલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની ખેંચ અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેતપુર ચાલુ વર્ષે વરસાદની ખેંચ હોવાથી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેતપુરના ભાદર 1 ડેમમાંથી ખેડૂતો ને પિયતનું પાણી આપશે. આવતા મહિનાની શરૂઆત થી ભાદર 1 ડેમમાંથી […]

Top Stories Gujarat
maxresdefault 15 વરસાદની ખેંચના પગલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની ખેંચ અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેતપુર ચાલુ વર્ષે વરસાદની ખેંચ હોવાથી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેતપુરના ભાદર 1 ડેમમાંથી ખેડૂતો ને પિયતનું પાણી આપશે. આવતા મહિનાની શરૂઆત થી ભાદર 1 ડેમમાંથી પિયત માટે પાણી આપશે.

maxresdefault 16 e1537451095463 વરસાદની ખેંચના પગલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

રાજકોટ જિલ્લા ના જેતપુર, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, વગેરે તાલુકામાં ચાલુ વર્ષે વરસાદની ખેંચ છે. વરસાદની ખેંચ ને પગલે આ તાલુકાના મોટા ભાગના ખેડૂતોના પાકને અસર થવા પામેલ છે.

સરકારના પાણી છોડવાના નિર્ણયને લીધે ખેડૂતોને મોટો ફાયદો થશે. ભાદર 1 ડેમના પાણી છોડવાથી અંદાજીત 16000 હેકટરથી પણ વધારે જમીનને પિયત મળશે. સાથે 12000 થી વધારે ખેડૂતોને આનો લાભ મળશે અને તેના મુર્જાતા પાકને જીવનદાન મળશે