INDvsAUS/ પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન નહી કરે યાદ

ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓને આજે પોતાનુ મોઢું શરમથી નમાવુ પડે તેવી પરિસ્થિતિ આવી ગઇ છે. જી હા, અહી ઓસ્ટ્રેલિયા અને ભારત વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટની વાત થઇ રહી છે…..

Top Stories Sports
zzas 50 પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન નહી કરે યાદ

ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓને આજે પોતાનુ મોઢું શરમથી નમાવુ પડે તેવી પરિસ્થિતિ આવી ગઇ છે. જી હા, અહી ઓસ્ટ્રેલિયા અને ભારત વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટની વાત થઇ રહી છે. જેમા ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.

zzas 53 પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન નહી કરે યાદ

આપને જણાવી દઇએ કે, કેપ્ટન વિરાટ કોહલી માટે વર્ષ 2020 અત્યંત ખરાબ સાબિત થઇ રહ્યુ છે. એક પણ સદી કોહલીનાં બેટથી નિકળી નથી. આ પહેલીવાર છે જ્યારે સદી વિના કોહલીએ વર્ષ પૂરુ કર્યુ હોય. ભારતીય ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ઘણી ખરાબ હાલત થઇ છે. ત્રીજા દિવસે ભારતીય ટીમનાં બેટ્સમેન ‘તુ ચાલ હુ આવુ’ શબ્દોનું પુનરાવર્તન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, જ્યારે રન લેતી વખતે બેટ્સમેન મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયો હતો અને ભારતે 36 રનમાં ઈનિંગ્સ જાહેર કરી હતી. તેથી હવે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 90 રન બનાવવાનાં હતા. ભારતનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યુ હતું. 46 વર્ષ પછી, ભારત ટેસ્ટ ઇનિંગ્સમાં આવી ખરાબ પરિસ્થિતિ જોઇ રહ્યુ છે.

zzas 52 પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન નહી કરે યાદ

આ સાથે કોહલીનાં નામે પણ એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. રેકોર્ડ પણ એવો છે કે આવનારા સમયમાં કોઈ ભારતીય કેપ્ટન તેનું નામ લેવાનું પસંદ નહીં કરે. આ પહેલા 1974 માં ભારતની આવી ખરાબ હાલત થઇ હતી. તે સમયે ટીમનો કેપ્ટન અજિત બાડેકર હતો. ભારતીય ટીમ તે સમયે ત્રણ મેચ માટે ઇંગ્લેન્ડનાં ટૂર પર હતી. બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 629 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની પહેલી ઇનિંગ્સ 302 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. તેને ફોલો-ઓન મળ્યો હતો. ભારતે બીજી ઇનિંગ્સમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું અને આખી ટીમ માત્ર 42 રનોમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તે સમયે માત્ર એક જ ભારતીય ખેલાડી દસનાં આંકડાને સ્પર્શી શક્યો હતો. એકનાથ સોલકરે 18 રન બનાવ્યા હતા. ભારત આ મેચમાં ઇનિંગ્સ અને 285 રનથી હારી ગયું હતું.

zzas 51 પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન નહી કરે યાદ

ભારતની બીજી ઇનિગ્સમાં બેટ્સમેને જેટલા રન કર્યા છે તે જોઇને તમે કદાચ એવુ પણ કહેશો કે આ કોઇ ગલી ક્રિકેટમાં રમતા છોકરાનાં રનનાં આંક છે. બીજી ઇનિગ્સમાં ભારતનો એકપણ બેટ્સમેન બે આંકને સ્પર્શી શક્યો નથી. જણાવી દઇએ કે, પૃથ્વી શો (4) અને મયંક અગ્રવાલ (9) ઓપનર હતા. આ વખતે શો એ ફરીથી તેની વિકેટ વહેલી ગુમાવી હતી, જે બાદ બુમરાહ બેટિંગ કરવા આવ્યો હતો. ત્રીજા દિવસે બેટિંગ કરતા બુમરાહ 8 મી ઓવરનાં અંતિમ બોલ પર કમિન્સનો કેચ થતા પહેલા માત્ર બે રન બનાવી શક્યો હતો.

ત્યારબાદ, જ્યારે ટીમની ઇનિંગ્સ 15 રન પર પહોંચી હતી ત્યારે પુજારા પણ 12 મી ઓવરનાં બીજા બોલ પર વિકેટકીપર ટિમ પેનને કેચ આપી બેઠો હતો. ટેસ્ટ નિષ્ણાંત તરીકે વધુ જાણીતો પૂજારા કોઈ રન કર્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી કેપ્ટન વિરાટ કોહલી (4), અજિંક્ય રહાણે (0), હનુમા વિહારી (8), વૃદ્ધિમન સાહા (4) અને આર અશ્વિન (0) પણ સસ્તામાં આઉટ થયા હતા. આ તમામ ખેલાડીઓ કેચ આઉટ થયા હતા. કોઈપણ ભારતીય દસ આંકડાને સ્પર્શ કરી શક્યો નહતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ શાનદાર બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાનાં જોશ હેઝલવુડે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. પેટ કમિન્સે પણ 4 વિકેટ લીધી હતી.

2023 વિશ્વકપ 6 મહિના માટે મુલતવી, જાણો શું છે કારણ

એડિલેડ : ભારત સામે ઓસ્ટ્રેલિયાની હાર બદલ રિકીનું પોઇન્ટીંગ

રાજીવ શુક્લાને મળી શકે છે BCCI તરફથી આ મોટી જવાબદારી

બંદૂકની ગોળીની જેમ બાઉન્ડ્રી પર કૂદીને ગ્લેન મેક્સવેલે આવી રીતે રોક્યો બોલ, જુઓ Video

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો