Not Set/ સુરત : ઘર કંકાસથી કંટાળી પત્નીએ કરી પતિની હત્યા

ઘર કંકાસથી કંટાળી અને કતારગામ ખાતે એક પરિણીતાએ પોતાના પતિને માથામાં બોથડ પદાર્થ ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી. ઘટના બાદ આ પરિણીતા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, કતારગામ સોનલ પાર્ક ખાતે રહેતા અશોકભાઇ પાનસુરીયા અને તેમના પત્ની શિલ્પાબેન પાનસુરીયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાસ ચાલતો હતો. નાની નાની બાબતોમાં […]

Top Stories Gujarat
srt murder સુરત : ઘર કંકાસથી કંટાળી પત્નીએ કરી પતિની હત્યા

ઘર કંકાસથી કંટાળી અને કતારગામ ખાતે એક પરિણીતાએ પોતાના પતિને માથામાં બોથડ પદાર્થ ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી. ઘટના બાદ આ પરિણીતા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, કતારગામ સોનલ પાર્ક ખાતે રહેતા અશોકભાઇ પાનસુરીયા અને તેમના પત્ની શિલ્પાબેન પાનસુરીયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાસ ચાલતો હતો.

નાની નાની બાબતોમાં પાનસુરીયા દંપતિ વચ્ચે ઝગડા થતા હોવાને કારણે આસપાસના લોકો પણ કંટાળી ગયા હતા. દરમિયાન આજે બપોરે ફરી એક વખત અશોક પાનસુરીયા અને શિલ્પા પાનસુરીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ હતી. ગુસ્સે ભરાયેલા શિલ્પાબેન પાનસુરીયાએ તેમના પતિ અશોકભાઇ પાનસુરીયાને માથામાં બોથડ પદાર્થ ના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા હતા.

જેના કારણે અશોકભાઇનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. પોતાના પતિની પોતાના જ હાથે હત્યા થઇ હોવાનું જણાતા શિલ્પાબેન સીધા કતારગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને તેમણે પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે શિલ્પાબેનની ઘરપકડ કરી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.