Not Set/ સ્ટેચ્યુ સ્પર્ધા: રામ કરતાં શિવાજીની પ્રતિમા ઉંચી રાખવાની માંગ

ભારત દેશમાં સ્પર્ધા ક્યારેય ઓછી થવાની નથી પછી આ સ્પર્ધા શાળામાં હોય કે સરકારમાં. સ્ટેચ્યુ બનાવાને લઈને દેશનાં રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. હવે આ સ્પર્ધામાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. એ પહેલાં મહારાષ્ટ્ર સરકારે છત્રપતિ શિવાજીની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. ઉત્તર […]

Top Stories India Trending Politics
shivaji memorial સ્ટેચ્યુ સ્પર્ધા: રામ કરતાં શિવાજીની પ્રતિમા ઉંચી રાખવાની માંગ

ભારત દેશમાં સ્પર્ધા ક્યારેય ઓછી થવાની નથી પછી આ સ્પર્ધા શાળામાં હોય કે સરકારમાં. સ્ટેચ્યુ બનાવાને લઈને દેશનાં રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. હવે આ સ્પર્ધામાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે.

ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. એ પહેલાં મહારાષ્ટ્ર સરકારે છત્રપતિ શિવાજીની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભગવાન રામની 221 મીટર ઉંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે એવું જણાવ્યું છે કે તેઓ શિવાજીની પ્રતિમા ભગવાન રામની પ્રતિમા કરતાં ઉંચી બનાવશે.

આખી ઘટના એવી છે કે, પહેલાં શિવાજીની મૂર્તિની ઉંચાઈ 212 મીટર રાખવાની હતી પરંતુ હવે મહારષ્ટ્ર સરકાર રાહ જોશે ઉત્તર પ્રદેશ સરકારનાં નિર્ણયની. તેઓ તરફથી ભગવાન રામની પ્રતિમાની ઉંચાઈ કેટલી હશે એ વાત સ્પષ્ટ થઇ જાય ત્યારબાદ તેઓ શિવાજીની પ્રતિમાની ઉંચાઈ વધારશે.

છત્રપતિ શિવાજી મહારાજ મેમોરીયલ પ્રોજેક્ટનાં ચેરમેન વિનાયકનું કહેવું છે કે, જો આ વાત સાચી છે તો અમે શિવાજીની પ્રતિમાની ઉંચાઈ 230 મીટર સુધી લઇ જવાની માંગ કરશું. અમે નિશ્ચિત કરશું કે પ્રતિમાની ઉંચાઈ વધે.’

વિનાયક શિવ સંગ્રામનાં પ્રેસિડેન્ટ છે. આ એક મરાઠા ઓર્ગેનાઈઝેશન છે.