વડોદરા/ ધો. 10ની વિદ્યાર્થિનીએ પરીક્ષાના ટેન્શનમાં આવીને કર્યો આપઘાતનો પ્રયાસ, ગટગટાવ્યું એસિડ

આગામી તારીખ 28મીના રોજ તેની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી જે પરીક્ષાને લઇને ટેન્શનમાં આવી ગઈ હતી. જેથી વિદ્યાર્થિનીએ આજે વહેલી સવારે એસિડ પી ગઈ હતી.

Gujarat Vadodara
વિદ્યાર્થિનીએ
  • વડોદરાઃ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતનો પ્રયાસ
  • ધો. 10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતનો પ્રયાસ
  • વિદ્યાર્થિનીએ એસિડ પીને કર્યો આપઘાત
  • પરિક્ષાને લઇને માનસિક તણાવમાં ભર્યું પગલું
  • વિદ્યાર્થિની સારવાર અર્થે SSG હોસ્પિ.માં દાખલ

છેલ્લા કેટલાક સમયથી નાના બાળકોની આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. એવામાં ઘણીવાર નાના બાળકો નાની વાતોને ધ્યાનમાં લઈને આત્મહત્યાનો છેલ્લું પગલું ભરી લેતા હોય છે. આપને જણાવી દઈએ કે, ઘણી વખત વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ખુબ જ નાની ઉંમરે પરીક્ષાની આસપાસના વાતાવરણમાં આત્મહત્યા કરતા હોય તેવા બનાવો સામે આવતા હોય છે.ત્યારે આવી જ ઘટના વડોદરાથી સામે આવી છે. જ્યાં પરિક્ષાને લઇને માનસિક તણાવમાં આવીને ધો. 10ની વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

ધો. 10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાનો પ્રયાસ 

‌‌આ અંગે મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર આવેલા સોમા તળાવ પાસે રહેતી 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ધોરણ-10માં અભ્યાસ કરે છે. આગામી તારીખ 28મીના રોજ તેની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી જે પરીક્ષાને લઇને ટેન્શનમાં આવી ગઈ હતી. જેથી વિદ્યાર્થિનીએ આજે વહેલી સવારે એસિડ પી ગઈ હતી. જેની અસર થતા વિદ્યાર્થીની સુહાની બેભાન થઇ જતાં પરિવાર સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે વાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હાલનાં જમાનામાં બાળકો માનસિક તણાવ સહન ન કરી લેતાં જીવન ટૂંકાવી દે છે. ત્યારે વાલીઓ માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે. અને વિદ્યાર્થીઓને પણ સમજવાની જરૂર છે કે, પેપર સારા જાય કે ખરાબ તેનાથી જીવન ટૂંકાવી દેવાનો વિચાર વ્યર્થ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ સરકારે જાહેર કરેલી હેલ્પલાઈનનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. અને જો કોઈ વાલીઓને પણ પોતાના બાળકમાં બદલાવ જોવા મળે તો તાત્કાલિક તેનું કાઉન્સિલિંગ કરવું જોઈએ.

આ પણ વાંચો :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે,વિધાનસભામાં સંબોધન કરશે

આ પણ વાંચો :દિયોદરમાં વહેલી સવારથી જ એસ.ટી બસની ખાનગી પેટ્રોલ પંપ ઉપર કતારો, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો :રાજકોટના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે લોકોને લીધા હડફેટે, એકનું મોત

આ પણ વાંચો : રંગીલા રાજકોટમાં આપઘાતનો ચિંતાજનક વધારો, છેલ્લા 5 વર્ષમાં 2000થી વધુ આપઘાતના બનાવ