Stock market rise/ શેરબજાર આજે ઐતિહાસિક ટોચ પર, સેન્સેક્સ અને નિફ્ટીએ બનાવ્યો રેકોર્ડ

શેરબજારની શરૂઆત નવી ઐતિહાસિક ટોચ પર થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે.

Top Stories Breaking News Business
Beginners guide to 2024 07 02T104521.087 શેરબજાર આજે ઐતિહાસિક ટોચ પર, સેન્સેક્સ અને નિફ્ટીએ બનાવ્યો રેકોર્ડ

શેરબજારની શરૂઆત નવી ઐતિહાસિક ટોચ પર થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે. BSE સેન્સેક્સ 364.18 પોઈન્ટ અથવા 0.46 ટકાના વધારા સાથે 79,840.37 ના સ્તર પર ખુલ્યો. NSE નો નિફ્ટી 86.80 પોઈન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 24,228.75 ના સ્તર પર છે. BSEનું માર્કેટ કેપ આજે 443.14 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. જો યુએસ ડોલરમાં જોવામાં આવે તો, BS પર લિસ્ટેડ શેરોની કુલ માર્કેટ કેપ $5.31 ટ્રિલિયન થઈ ગઈ છે. બીએસઈ પર 3346 શેરનો વેપાર થઈ રહ્યો છે અને 2033 શેર વધી રહ્યા છે. 1235 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 99 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. 161 શેર પર અપર સર્કિટ અને 53 શેર પર લોઅર સર્કિટ લાદવામાં આવી છે.

સેન્સેક્સ બજારની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી 13માં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 17માં ઘટાડો જોવા મળી રહ્યો છે. પાવરગ્રીડ ટોપ ગેનર છે અને તે 0.91 ટકા વધ્યો છે. ઈન્ફોસિસ 0.88 ટકા, TCS 0.63 ટકા, એચસીએલ ટેક 0.61 ટકા, ભારતી એરટેલ 0.44 ટકા અને એલએન્ડટી 0.38 ટકા અપ છે. ઘટતા શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક 1.94 ટકા, બજાજ ફાઇનાન્સ 1.83 ટકા, ટાટા મોટર્સ 1.59 ટકા, એક્સિસ બેન્ક 1.39 ટકા અને ICICI બેન્ક 1.28 ટકા ડાઉન છે.

નિફ્ટી બજાર સ્થિતિ
નિફ્ટીના 50 શેરોમાંથી 19માં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 31 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. વધતા શેરોમાં ONGC 2.14 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર છે. કોલ ઈન્ડિયા 1.89 ટકા, વિપ્રો 1.23 ટકા, પાવર ગ્રીડ 1.12 ટકા અને ઈન્ફોસિસ 1.08 ટકાના દરે ટ્રેડ કરી રહ્યાં છે. ઘટતા શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક 2.14 ટકા, શ્રીરામ ફાઇનાન્સ 1.89 ટકા, HDFC લાઇફ 1.85 ટકા, SBI લાઇફ 1.84 ટકા અને બજાજ ફાઇનાન્સ 1.77 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે. બેંક નિફ્ટીએ આજે ​​52,828ની ઊંચી સપાટી બનાવી છે. જોકે, હાલમાં બેન્ક નિફ્ટીના 12માંથી માત્ર 3 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 9 શેરમાં ઘટાડો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે જાણવું જરૂરી

આ પણ વાંચો: CNGના ગેસના ભાવમાં વધારો

આ પણ વાંચો: ભારતનું NBFC સેક્ટર બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું સેક્ટર