Stock market down/ ધનતેરસના એક દિવસ પહેલા રેડ ઝોનમાં ખૂલ્યું બજાર

ધનતેરસના એક દિવસ પહેલા ગુરુવારે સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ સવારે 9.15 વાગ્યે બજાર ખુલતા સમયે 28 પોઈન્ટ ઘટી ગયો હતો અને તે 64947 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 12.35 પોઈન્ટના ઘટાડા સાથે 19431.15 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

Top Stories Business
YouTube Thumbnail 2023 11 09T103839.606 ધનતેરસના એક દિવસ પહેલા રેડ ઝોનમાં ખૂલ્યું બજાર

મુંબઈઃ ધનતેરસના એક દિવસ પહેલા ગુરુવારે સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ સવારે 9.15 વાગ્યે બજાર ખુલતા સમયે 28 પોઈન્ટ ઘટી ગયો હતો અને તે 64947 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 12.35 પોઈન્ટના ઘટાડા સાથે 19431.15 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

આ શેરો ફોકસમાં છે
મની કંટ્રોલના સમાચાર અનુસાર, અદાણી પોર્ટ્સ, M&M, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, BPCL અને Hero MotoCorp માર્કેટ ઓપનિંગ સમયે નિફ્ટી પર મુખ્ય ગેનર હતા, જ્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, HDFC બેન્ક અને HUL જોવાયા હતા. આજે ટાટા પાવર, બાટા અને ભેલના શેરો પર ફોકસ રહેશે. સ્થાનિક શેરબજારે આજે સવારે તેના પ્રી-ઓપનિંગ સેશનમાં નબળા સંકેતો આપ્યા હતા.

છેલ્લા સત્રમાં બજાર સપાટ બંધ રહ્યું હતું
છેલ્લા સત્રમાં એટલે કે બુધવારે પણ સ્થાનિક શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. BSE સેન્સેક્સ અંતે 33 પોઈન્ટના મામૂલી વધારા સાથે 64,975.61 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 64,851.06 ની નીચી સપાટી અને 65,124.00 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 36.80 પોઈન્ટના વધારા સાથે 19,443.50 પોઈન્ટ પર બંધ થયો હતો. સેશન દરમિયાન નિફ્ટી 19,401.50 પોઈન્ટની નીચી સપાટી અને 19,464 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નરમાઈ
આંતરરાષ્ટ્રીય બજારમાં મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. બુધવારે અમેરિકન શેરબજારો પણ સપાટ બંધ રહ્યા હતા. બીજી તરફ કાચા તેલની કિંમતમાં નરમાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી ઉછાળા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજાર પર ભૌગોલિક રાજકીય તણાવની અસર યથાવત છે.


આ પણ વાંચોઃ Dhanteras 2023/ નિફ્ટી-સેન્સેક્સને પછાડીને ‘સોના’એ રોકાણકારોને કરી દીધા માલામાલ

આ પણ વાંચોઃ Ahmedabad Accident/ અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેનાં મોત

આ પણ વાંચોઃ Crude Oil Price/ દિવાળી તહેવાર પર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં થઈ શકે છે ઘટાડો, શું છે હકીકત