Stock Market/ શેરબજારમાં આજે તેજી સાથે થઈ શરૂઆત, સેન્સેક્સ 66000ની ઉપર અને નિફ્ટી 19850એ પંહોચ્યો

શેરબજારમાં આજે ત્રણ દિવસની રજા બાદ શુભ શરૂઆત થઈ. બજાર ખુલતા જ વધતા શેરોની સંખ્યા 1300થી વધુ અને ઘટતા શેરોની સંખ્યા 250ની આસપાસ જોવા મળી હતી.

Top Stories India Business
મનીષ સોલંકી 86 શેરબજારમાં આજે તેજી સાથે થઈ શરૂઆત, સેન્સેક્સ 66000ની ઉપર અને નિફ્ટી 19850એ પંહોચ્યો

શેરબજારની આજે તેજી સાથે શરૂઆત થઈ છે. શેરબજારમાં આજે ત્રણ દિવસની રજા બાદ શુભ શરૂઆત થઈ. બજાર ખુલતા જ વધતા શેરોની સંખ્યા 1300થી વધુ અને ઘટતા શેરોની સંખ્યા 250ની આસપાસ જોવા મળી હતી. મિડકેપ-સ્મોલકેપ શેર્સમાં વધારો આજે પણ ચાલુ છે અને બજારને તેમનો ટેકો મળી રહ્યો છે. ગઈકાલે યુએસ માર્કેટમાં ફલેટ કલોઝિંગના પગેલ વૈશ્વિક બજારોમાંથી પ્રી-ઓપનિંગમાં કોઈ નોંધપાત્ર સુધારો દેખાયો નહી. આજે સવારે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો.

આજે સ્ટોક માર્કેટમા BSE સેન્સેક્સ 93.68 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 66,063 ના સ્તર પર ખુલ્યો. સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 5માં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે NSEનો નિફ્ટી 49.95 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 19,844 ના સ્તર પર ખુલ્યો. તેમજ નિફ્ટીના 50 શેરોમાંથી 38 વધી રહ્યા છે અને 12 ઘટી રહ્યા છે.

બજારની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ 88.60 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 66058 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. NSEનો નિફ્ટી 57.50 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 19852 પર રહ્યો. નિફ્ટી બેંક, એફએમસીજી અને પ્રાઇવેટ બેંક સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઝડપથી કારોબાર કરી રહ્યા છે. મેટલ સેક્ટર 1.06 ટકા અને ઓઇલ એન્ડ ગેસ 0.82 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે. મીડિયા સેક્ટરમાં 0.48 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે.