જૂથ અથડામણ/ વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે પથ્થર મારો

વડોદરા શહેરના રાવપુરા ટાવર પાસે મોડીરાતે સામાન્ય અકસ્માત બાદ બંને જુથ સામસામે આવી ગયા હતા.

Top Stories Gujarat Vadodara
Untitled 18 1 વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે પથ્થર મારો
  • વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ
  • બે વાહનો વચ્ચે અકસ્માત બાદ અથડામણ
  • સાઈબાબાની મૂર્તિને પણ નુકસાન
  • રાવપુરા વિસ્તારની ઘટના
  • હથિયારો સાથેના પ્રદર્શન બાદ પથ્થરમારો
  • અથડામણમાં 3 લોકોને ઈજા
  • પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળઃ પોલીસ કમિશનર

રાજ્યમાં જુથ અથડામણની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હિમતનગર અને ખંભાત બાદ હવે વડોદરા ખાતે જુથ અથડામણની ઘટના બની છે. વડોદરા શહેરના રાવપુરા ટાવર પાસે મોડીરાતે સામન્ય અકસ્માત બાદ બંને જુથ સામસામે આવી ગયા હતા.

ગત રાતે મોડી રાતે 11.30 કલાકની આસપાસ બે બાઇક અથડાઇ હતી. અને બંને વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી.  અને સમની અકસ્માતની ઘટનામાંથી જોતજોતામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. પથ્થરમારાને કારણે સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ રોષ જોવા મળ્યો હતો. ટોળાએ કોઠી પોળની સાંઈ બાબાની મૂર્તિને તોડી નાંખી હતી. આ સાથે 10થી વધુ વાહનો અને લારીઓની તોડફોડ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. તો સમગ્ર ઘટનાને  લઈ પોલીસ કમિશનર, ડો.શમશેરસિંઘના જણાવ્યા પ્રમાણે, બે ગ્રુપ વચ્ચે સામાની અકસ્માથતી ઘટનહતી માથાકૂટ થઇ અને મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં ત્રણ માણસોને સામાન્ચ ઇજા પહોંચી છે. દરેક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિંગ ચાલુ છે આ સાથે પોલીસનો બંદોબસ્ત પણ લાદવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતી નિયંત્રણ હેઠળ છે. શહેરમાં શાંતિ છે. અમારી નાગરિકોને અપીલ છે કે, કોઇપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં.

અચાનક આટલી મોટી સંખ્યામાં લોતો આવી જતા પૂર્વ આયોજિત કાવતરાની પણ શંકા સેવાઇ રહી છે. સ્થાનિકોમાં પથ્થરમારા અને તોડફોડને કારણે ભારોભાર રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ પથ્થરમારો કરનારા લોકો અમારા વિસ્તારના નથી. તેમને અમે ઓળખતા નથી.અત્રે નોંધનીય છે કે, રામનવમીના દિવસે પણ રાજ્યના હિંમતનગર અને ખંભાતમાં જૂથ અથડામણ થઇ હતી.

Health Fact / હવે માણસ ક્યારેય વૃદ્ધ નહીં થાય, 75 વર્ષની ઉંમરે પણ 30 જેટલો જુવાન દેખાશે