હવામાન વિભાગ/ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તોફાની પવન, અને ભારે વરસાદની આગાહી

દેશ માં કોરોના ના કેસો હવે ઘટતા જોવા મળી રહ્યા છે  ત્યારે હવે રાજય માં ચોમાસાનું પણ આગમન ધીમી ગતિએ થઈ રહ્યું છે .મુંબઈ માં  ભારે વરસાદ પડ્યો જેમના પગલે એલર્ટ આપી દેવામાં આવ્યું છે . ત્યારે હવે ગુજરાતમાં પણ  ચોમાસાનું આગમન થતું જોવા મળી રહ્યું છે .જેમાં અનેક શહેરોમાં વરસાદ પડ્યો હતો . ત્યારે  […]

Gujarat Others
Untitled 164 ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તોફાની પવન, અને ભારે વરસાદની આગાહી

દેશ માં કોરોના ના કેસો હવે ઘટતા જોવા મળી રહ્યા છે  ત્યારે હવે રાજય માં ચોમાસાનું પણ આગમન ધીમી ગતિએ થઈ રહ્યું છે .મુંબઈ માં  ભારે વરસાદ પડ્યો જેમના પગલે એલર્ટ આપી દેવામાં આવ્યું છે . ત્યારે હવે ગુજરાતમાં પણ  ચોમાસાનું આગમન થતું જોવા મળી રહ્યું છે .જેમાં અનેક શહેરોમાં વરસાદ પડ્યો હતો . ત્યારે  આજે  હવામાન ખાતાએ  ભારે  પવનની આગાહી કરી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં આગામી ચાર દિવસ માટે તોફાની પવન ફૂંકાશે. અને તેની ગતિ પ્રતિ કલાકના ૪૦ થી ૪૫ કિલોમીટરની રહેશે . અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં પવનની ગતિ ૫૫ થી ૬૦ કિલોમીટરની રહેશે આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં સાબરકાંઠા,અરવલ્લી,દાહોદ,મહીસાગર,, કચ્છ, અમદાવાદ, આણદં અને ખેડા જિલ્લામાં પવનની ગતિ વધુ હશે અને પ્રતિ કલાકના ૪૦ થી ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાશે. આ ઉપરાંત કેરાલા કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર્ર અને ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અને આંદામાનમાં પણ પવનની ગતિ પ્રમાણ વધુ રહેશે.

સુરતમાં પોણો ઈંચ વરસાદ પડો છે યારે સુરત જિલ્લાના મહુવા કામરેજ નવસારી જિલ્લાના ચીખલી નવસારી વલસાડ જિલ્લાના ઉમરગામ વડોદરા જિલ્લાના શિનોર રાજકોટ જિલ્લાના ગોંડલ અને રાજકોટ ભાવનગર જિલ્લામાં મહુવા નવસારી જિલ્લામાં જલાલપુર વલસાડ અરવલ્લી જિલ્લામાં ભિલોડા અને તાપી જિલ્લામાં કુકરમુંડા ખાતે ૧ થી ૩ મિલીમીટર વરસાદ નોંધાયો છે.