અમદાવાદ/ કથાકાર મોરારીબાપુએ યુક્રેન યુદ્ધમાં અસર પામેલા ભારતીયો માટે કર્યું આટલા કરોડની દાન

મોરારીબાપુએ જણાવ્યું હતું કે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનું અભિયાન ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે.

Ahmedabad Gujarat
મોરારીબાપુએ

કથાકાર મોરારીબાપુએ યુક્રેન યુદ્ધમાં અસર પામેલા ભારતીયોને સંવેદના રૂપે સવા કરોડની મદદનું એલાન કર્યું છે. બે દેશો વચ્ચે યુધ્ધને પગલે સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે ત્યાં લોનાવાલાની કથાની પુર્ણાહુતીએ અસરગ્રસ્તો માટે સંવેદના વ્યક્ત કરી હતી. પૂજ્ય મોરારીબાપુ જણાવ્યું હતું કે તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને અને તેથી યુકેના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રાશિ અર્પણ કરવાની પહેલ તેમણે એ રામ કથા દરમિયાન કરી હતી.

મોરારીબાપુએ જણાવ્યું હતું કે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનું અભિયાન ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. પૂજ્ય મોરારીબાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિર માટે અનુદાન આપવાની પૂજ્ય બાપુએ અપીલ કરી હતી અને એ નિમિત્તે શ્રોતાઓ દ્વારા રૂપિયા 19 કરોડની રાશી એકત્ર થઈ હતી, જે પૈકી 9 કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું.

લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટ દ્વારા આ રાશિમાંથી સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી 10 સંસ્થાઓને પહોંચાડવામાં આવી છે. આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે. વસુધૈવ કુટુંબકમની ભાવના અનુસાર ભારતીય અસરગ્રસ્તો અને અન્ય ધર્મ કે જાતિના હોય તેવા પીડિત લોકો માટે પણ આવશ્યકતા અનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દેશો વચ્ચેના સંઘર્ષનો ઝડપથી અંત આવે અને આ દુ:ખદ પરિસ્થિતમાં જેમણે પ્રાણ ગુમાવ્યા છે તેવા લોકો માટે એમણે પ્રાર્થના કરી છે.

આ પણ વાંચો :સુરતમાં મધપૂડાને પાડવા જતા યુવાન 15 માળની બિલ્ડિંગમાં ફસાયો, પછી જે થયું….

આ પણ વાંચો :અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા,બેનામી સંપત્તિ મળવાની સંભાવના

આ પણ વાંચો :રસ્તે જતી મહિલા પર એસિડ એટેક, ચહેરો બાળી બાઇક સવાર રફુચક્કર

આ પણ વાંચો : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવ પર લક્ઝરી બસમાં લાગી આગ, 35 મુસાફરોનો જીવ….