Not Set/ 6 મેડિકલ કોલેજોના 1700 અધ્યાપક અને સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની હડતાળ

રાજ્યની 6 મેડિકલ કોલેજોના 1700 અધ્યાપક અને સરકારી હોસ્પિટલનો નિર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે. અમદાવાદના સિવિલ કેમ્પસમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સતત બીજા દિવસે વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો.

Gujarat Others
A 150 6 મેડિકલ કોલેજોના 1700 અધ્યાપક અને સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની હડતાળ

રાજ્યમાં એક બાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી બાજુ તબીબી શિક્ષકો અને નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે. તેમની પડતર માગોને મેડિકલ એસોસિએશનની હડતાલની રજૂઆતને સરકારે ગંભીરતાથી ન લેતા હાલમાં દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યની 6 મેડિકલ કોલેજોના 1700 અધ્યાપક અને સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે. અમદાવાદના સિવિલ કેમ્પસમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સતત બીજા દિવસે વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો. માગ નહિ સંતોષાય તો હડતાલ કરવાની પણ અગાઉના માસમાં રજૂઆત સમયે ચિમકી આપી હતી. ત્યારે સરકારની ઢીલી નિતીને પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો :રાજકોટમાં બીજા દિવસે મોતનો આંકડો 40ની અંદર, બપોર સુધીમાં નવા કેસ 112

વિરોધ કરનાર નર્સિગ સ્ટાફે હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં નોંધાવ્યો. એલાઉન્સ વધારો, નર્સિંગ સ્ટૂડન્ટસનું સ્ટાઈપેન્ડ વધારવાની માંગણી કરવામાં આવી છે. મોટી સંખ્યામા નર્સિંગ સ્ટાફ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ચાલુ કોવિડ ડ્યૂટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

આ પણ વાંચો : આગની ઘટના મામલે ભરૂચની પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ

ડોકટરોની હડતાળ વચ્ચે જુનિયર ડોકટર એસોસિયેશને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલના રાજીનામાની માંગ કરી છે. જુનિયર ડોકટર એસોસિયેશને ટ્વિટ કરી રાજીનામું માગ્યુ છે. તમામ ડોકટર, નર્સો અને અન્ય સ્ટાફ હડતાળ ઉપર છે. તો બીજી તરફ સરકારની નીતિના કારણે લેબ ટેકનીશિયનથી લઇ અન્ય સ્ટાફ પણ નારાજ છે. જેથી નિતિન પટેલના રાજીનામાની માગ કરવામાં આવી છે. વર્ષોથી માંગ ન સંતોષવા માટે JDAએ નિતિનભાઇને જવાબદાર ગણાવ્યા છે.

આ પણ વાંચો :રથયાત્રા પૂર્વે મળી આવ્યા બોમ્બ, ક્રાઈમ બ્રાન્ચે યુવકની કરી ધરપકડ

kalmukho str 10 6 મેડિકલ કોલેજોના 1700 અધ્યાપક અને સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની હડતાળ