Not Set/ JNUમાં બિહારી હોવાની વિદ્યાર્થીને મળી સજા, કરાવવામાં આવી ઉઠક-બેઠક

જેએનયુમાં એકવાર ફરી રેગિંગની ઘટના સામે આવી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં BA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બિહારી હોવાની સજા આપવામી આવી છે. જેને લઇને વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. વિદ્યાર્થીએ ટ્વીટર મારફતે MHRD અને JNU નાં વીસી ને પણ આ વિશે ફરિયાદ કરી છે. ઘટના 18 જુલાઈની હોવાનું સામે આવી રહ્યુ છે. આ […]

Top Stories India
jnu bihari JNUમાં બિહારી હોવાની વિદ્યાર્થીને મળી સજા, કરાવવામાં આવી ઉઠક-બેઠક

જેએનયુમાં એકવાર ફરી રેગિંગની ઘટના સામે આવી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં BA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બિહારી હોવાની સજા આપવામી આવી છે. જેને લઇને વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. વિદ્યાર્થીએ ટ્વીટર મારફતે MHRD અને JNU નાં વીસી ને પણ આ વિશે ફરિયાદ કરી છે.

ઘટના 18 જુલાઈની હોવાનું સામે આવી રહ્યુ છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિત વિદ્યાર્થીએ JNU ની એંટી રેગિંગ કમીટિ અને વસંત કુંઝ ઉત્તર થાના પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવી. જાણકારી મુજબ પોલીસે હજુ સુધી આરોપી PHD વિદ્યાર્થી પર કોઇ કાર્યવાહી કરી નથી.

શું છે મામલો

JNUનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એક PHD સ્કોલર પર આરોપ લગાવ્યો છે કે તેણે વિદ્યાર્થીને પહેલા પુછ્યુ કે શું તે બિહારી છે? જ્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો ત્યારે PHD સ્કોલરે તેની સાથે મારા-મારી કરી અને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવી.

બિહારનાં મૂળ નિવાસી પીડિત વિદ્યાર્થીએ જણાવ્યુ કે, તેણે JNU નાં સેંટર ઓફ જર્મન સ્ટડીઝનાં બીએનાં કોર્સમાં 10 જુલાઈએ એડમિશન લીધુ હતુ. જેના 8 દિવસ બાદ એટલે કે 18 જુલાઈનાં રોજ તેની પાસે સેંટર ઓફ જર્મન સ્ટડીઝનો એક PHDનો વિદ્યાર્થી પોતાના બે સાથીઓ સાથે આવ્યો. બાદમાં તેને ઘરનું સરનામુ પુછવામા આવ્યુ. જ્યારે તેણે સરનામુ બિહારનું બતાવ્યુ ત્યારે સવાલ પુછી રહેલા વિદ્યાર્થીએ ગાળો આપવાનું શરૂ કરી દીધુ. તેટલુ જ નહી અહી પીડિતને ધમકાવવામાં પણ આવ્યો અને બાદમાં તેને કહેવાયુ કે, ઠીક રીતે રહેવાનુ રાખ, આ દિલ્હી છે. ત્યારબાદ આરોપીઓએ પીડિતને થપ્પડ પણ માર્યા. બાકી રહી ગયુ તો તેને ઉઠક-બેઠક પણ કરાવવામાં આવી. ત્યાથી નિકળતા પહેલા પીડિતને ધમકાવતા આરોપીઓએ કહ્યુ કે, હવે પછી જ્યારે મળે ત્યારે નાક રગડી પ્રણામ કરે.

પીડિતે આ મામલે 20 જુલાઈનાં રોજ એક ટ્વીટ કર્યુ હતુ. જેમા તેણે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ અને નિત્યાનંદ રાય સહિત JNUનાં વીસીને પણ ટેગ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.