tractor parade/ ટ્રેક્ટર પરેડ હિંસા કેસનો સુઓમોટો લઈ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરો,CJI ને વિદ્યાર્થીએ લખ્યો પત્ર

મુંબઈના કાયદાના એક વિદ્યાર્થીએ મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ને એક પત્ર લખીને પ્રજાસત્તાક દિનના ખેડૂત ટ્રેક્ટર પરેડ દરમિયાન અહીં લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે સુઓમોટો

Top Stories India
1

મુંબઈના કાયદાના એક વિદ્યાર્થીએ મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ને એક પત્ર લખીને પ્રજાસત્તાક દિનના ખેડૂત ટ્રેક્ટર પરેડ દરમિયાન અહીં લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે સુઓમોટો લેવા વિનંતી કરી છે. મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થી આશિષ રાય દ્વારા લખાયેલા પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રેક્ટર પરેડ દરમિયાન “કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવવામાં આવ્યો “.

ભારતીય સેના / બ્રહ્મોસ, પિનાકા, ભિષ્મ, રાફેલ – ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત

પત્રમાં કહ્યું છે, “લાલ કિલ્લા પર ભારતના રાષ્ટ્રધ્વજની જગ્યાએ જે રીતે અન્ય સમુદાયના રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો હતો, તેનાથી દેશના માન અને ગૌરવને ઠેસ પહોંચી છે.” જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું છે. પત્રમાં જણાવ્યું છે કે, “આ શરમજનક ઘટના છે અને આ ઘટનાથી સમગ્ર રાષ્ટ્રને નુકસાન પહોંચ્યું છે.” આ ઘટનાને કારણે રાષ્ટ્રધ્વજનું તેમજ દેશના બંધારણનું અપમાન કરવામાં આવ્યું છે.

Constitution / આવી છે ભારતીય બંધારણની યાત્રા : શું તમે જાણો છો, આપણા સંવિધાન વિશેની આ વાતો પણ…

આવા કૃત્યોથી ભારતીય નાગરિકોની બંધારણીય ભાવનાઓને ઠેસ પહોંચે છે. પત્રમાં વિનંતી કરવામાં આવી છે,”આ ગેરબંધારણીય કૃત્યમાં સામેલ અસામાજિક તત્વો સામે સખત તપાસ અને આરોપીને સજા કરવા માટે આ સમગ્ર કેસમાં વિશેષ તપાસ સમિતિની રચના કરવી જોઈએ.”

GDP Rate / IMFએ કહ્યું – ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત કૂદકો મારશે, વૃદ્ધિ દર રેકોર્ડ બ્રેક 11.5% હશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…