Not Set/ પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં રિએસેસમેન્ટ દરમ્યાન નપાસ થયેલ છાત્રનાં માર્ક્સ કરાયા ડબલ

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં રિએસેસમેન્ટ દરમ્યાન નપાસ થયેલ છાત્રના માર્ક્સમાં ડબલ વધારો કરી તેને પાસ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કૌભાંડમાં વધુ ગણિત અને મેડિકલ પરીક્ષાઓનાં રિએસેસમેન્ટમાં પાસ થયેલા છાત્રોની ઉત્તરવહીઓની ચકાસણી કરાય તો વધુ મોટું કારસ્તાન બહાર આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે. પાટણ યુનિવર્સીટી દ્વારા લેવાતી પરીક્ષાનાં એસેસમેન્ટ દરમ્યાન ચકાસણીમાં અધ્યાપક દ્વારા જે છાત્રને […]

Top Stories Gujarat
11006200efa40cc752b13fdc683d48a2 પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં રિએસેસમેન્ટ દરમ્યાન નપાસ થયેલ છાત્રનાં માર્ક્સ કરાયા ડબલ

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં રિએસેસમેન્ટ દરમ્યાન નપાસ થયેલ છાત્રના માર્ક્સમાં ડબલ વધારો કરી તેને પાસ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કૌભાંડમાં વધુ ગણિત અને મેડિકલ પરીક્ષાઓનાં રિએસેસમેન્ટમાં પાસ થયેલા છાત્રોની ઉત્તરવહીઓની ચકાસણી કરાય તો વધુ મોટું કારસ્તાન બહાર આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

પાટણ યુનિવર્સીટી દ્વારા લેવાતી પરીક્ષાનાં એસેસમેન્ટ દરમ્યાન ચકાસણીમાં અધ્યાપક દ્વારા જે છાત્રને નાપાસ કરાયો હોય એ છાત્ર રિએસસમેન્ટ દરમ્યાન તેના ગુણમાં વધારો કરી પાસ કરાયો હતો. જે છાત્રને માંડ પરીક્ષાનાં એસેસમેન્ટમાં પાસ થાય એટલા ગુણ પણ મળ્યા ન હોય એ છાત્રની ઉત્તરવહીઓની ફરી ચકાસણી દરમ્યાન ગુણોમાં હરણફાળ કૂદકો મારી તે પાસ થઇ જાય ત્યારે પ્રથમ અધ્યાપક દ્વારા કરેલ મૂલ્યાંકન સાચું કે ફરી રિએસસમેન્ટમાં જે અધ્યાપકે મુકેલ મૂલ્યાંકન સાચું તે બાબતે પણ સવાલો ઉભા થાય છે, ત્યારે આ બાબતે યુનિવર્સીટી ગંભીરતાથી વિચારી સમગ્ર રિએસેમેન્ટનાં પાસ થયેલા છાત્રોનાં કેસો મામલે તપાસ કરે તેવી અધ્યાપકોમાં ચર્ચા જાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન