ગુજરાતનું પવિત્રયાત્રા ધામ અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બીંદુ માનવામા આવતું અંબાજી અને વરસાદનાં વરતારાને ખુબ જ જૂનો અને પંરપરાગત વ્યાવહાર છે. આ વર્ષે વરસાદ ફરી ખેંચાતા આવતીકાલે અંબાજી બંધનું એલાન આપવામાં આવ્યું છે. પરંપરા મુજબ અંબાજીનાં સરપંચે અંબાજી બંધ રાખવા લેખિતમાં ફરમાન કર્યું છે.
વરસાદ અને બંધ વચ્ચે છે આવો નાતો
સરપંચ દ્રારા અંબાજીની બજાર અને શૈક્ષણિક સંસ્થાઓને રજા રાખવાની અપીલ પણ પત્રમાં કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે જ્યારે જયારે વરસાદ ખેંચાઇ છે ત્યારે ત્યારે માં આંબાના ધામ અંબાજીમાં બંધ પાડવામાં આવે છે. બંધ દરમિયાન વરસાદ માટે હવન કરવામાં આવે છે. અને મા અંબાનાં આશિર્વાદ લેવામા આવે છે. આ પરંપરા આમતો વર્ષો પૂરાણી છે અને આજે પણ પરંપરાને આંબાજીવાસી દ્રારા લોક હિતમાં જાળવી રાખવામા આવી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.