Covid-19/ GMERS અને IIT ગાંધીનગરમાં કોરોનાનો હાહાકાર, અધધ વિધાર્થી સંક્રમિત

GEMRS મેડિકલ કોલેજ અને IIT મળી ને કુલ 26 વિધાર્થીઓ ગઈ કાલે કોરોના પોઝિટિવ આવ્યા છે.

Gujarat Others
covid19 cdc unsplash 1 GMERS અને IIT ગાંધીનગરમાં કોરોનાનો હાહાકાર, અધધ વિધાર્થી સંક્રમિત

ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે. ગાંધીનગર આવેલી વિવિધ શૈક્ષણિક સંકુલમાં અનેક વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. ગાંધીનગર ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજના 13 વિધાર્થીઓ અને ગાંધીનગર IIT ના 13 વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેને લઈ બંને શૈક્ષણિક સંકુલમાં હાહાકાર વ્યાપી ગયો છે.

અત્રે  નોધનીય છે કે, ગાંધીનગર ખાતે ગતરોજ કુલ 45 કોરોના કેસ નોધાયા હતા. જેમાંથી 26 કેસ માત્ર બે સંસ્થાઓમાં થી મળી આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને મેડિકલ કોલેજના વિધાર્થીઓ અમદાવાદ ખાતે પાર્ટીમાં ગયા બાદ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.GEMRS મેડિકલ કોલેજ અને IIT મળી ને કુલ 26 વિધાર્થીઓ ગઈ કાલે કોરોના પોઝિટિવ આવ્યા છે.

અત્રે નોધનીય છે કે,ગુજરાત રાજ્યમાં પણ ગતરોજ 665 જેટલા કોરોના કેસ નોધાયા હતા. જેને લઈ રાજ્યમાં કોરોનાની ચોથી લહેરના એંધાણ વર્તાઇ રહ્યા છે. મંગલવારે પણ રાજ્યમાં 572 દર્દીઓ નોધાયા હતા. એએમ રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો નોધાઈ રહ્યો છે.

વિશ્લેષણ / લાલુપ્રસાદ યાદવની તબિયત સાથે RJD પણ અસ્ત તરફ જઇ રહયાં છે…!