Not Set/ અભ્યાસ માત્ર 12 પાસ અને બન્યો તબીબ, 42 હજારના મુદ્દામાલ સાથે ‘મુન્નાભાઈ’ની ધરપકડ

સુરેન્દ્રનગર એસઓજીની ટીમે આ બોગસ તબીબ પાસેથી એલોપેથી દવાઓ મળી કુલ રૂ. 42,131નો મુદામાલ ઝડપાયો

Gujarat
Untitled 152 અભ્યાસ માત્ર 12 પાસ અને બન્યો તબીબ, 42 હજારના મુદ્દામાલ સાથે ‘મુન્નાભાઈ’ની ધરપકડ

કોરોનાકાળમાં બોગસ ડોકટરો ફૂલ્યા-ફાલ્યા છે. દિનપ્રતિદિન તબીબના વ્યવસાયને મજાક બનાવનારા લોકોની સંખ્યા વધી રહી. ત્યારે સૌરાષ્ટ્રમાં વધૂ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ તબીબને રાજપરા ગામેથી પકડી પાડવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા તેમજ SOG ટીમના પોલીસ સબઈન્સ્પેક્ટરની સૂચના મુજબ ટીમે રાજપરા ગામે છાપો મારીને તેનો ભાંડો ફોડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :ગાંધીનગર / જી.આઇ.ડી.સીના અધિકારીઓનો અનોખો અંદાજને કારણે , નાના ઉધોગકારો ત્રાહિમામ

સુરેન્દ્રનગર એસઓજીની ટીમે અગાઉથી મળેલી બાતમીના આધારે ચોટીલાના રાજપરા ગામમાંથી મુન્નાભાઇ એમબીબીએસ ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્રનગર એસઓજીની ટીમે આ બોગસ તબીબ પાસેથી એલોપેથી દવાઓ મળી કુલ રૂ. 42,131નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો ;મોડાસા /  પ્રાંત અધિકારી મયંક પટેલના મેટ્રોપોલિટીન કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસઓજીના પી.આઇ.વી.વી.ત્રીવેદીની સુચના મુજબ એ.એસ.આઇ. મગનલાલ રાઠોડ, યોગેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રવીણભાઇ આલ, જયરાજસિંહ અને જગદીશભાઇ સભાડ સહિતના પોલિસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે ચોટીલા તાલુકાના રાજપરા ગામમાં ગેરકાયદેસર ક્લીનીક ચલાવતો બોગશ ડોક્ટર ડોક્ટર જગદિશભાઇ સુરેશભાઇ રોજાશરાને પોતે ડોક્ટર ના હોવા છતાં કોઇપણ જાતનું તબીબી સારવાર અંગેનું સર્ટિફિકેટ ના હોવા છતાં સામાન્ય લોકોમાં ડોક્ટર તરીકે જાહેર કરી છેલ્લા પાંચ માસથી પ્રેક્ટિસ કરતો હોય રેડ દરમિયાન એલોપેથી દવાઓ કિંમત રૂ. 42,131 સાથે પકડાઇ જતા આરોપી વિરુદ્ધ મોલડી પોલિસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.