Not Set/ સાતકુંડામાં કુદરતી ધોધનો અદભૂત નઝારો, એક ડુંગર પર આવેલા છે સાત ધોધ

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કુદરતી રીતે ગિરિકંદરાઓમાં રચાયેલા એક પછી એક ડુંગરો પરથી સાત કુંડમાં થઇ એક બાદ એક ધોધનો રમણીય નજારો એટલે સાતકુંડાના ધોધ.

Gujarat Others Trending
સાતકુંડાના ધોધ

પ્રકૃતિપ્રેમી માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતિય ભેંટ છે. પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે ગુજરાત આવા ઝરણાં અનેક જોયા હશે પરંતુ આજે એવા સ્થળની આપને વાત કરવા જઈ રહ્યા છીએ કે એક જ ડુંગર ઉપર સાત સાત ઝરણાં આવેલા છે. અને આ પાણીના સાત ઝરણાં વર્ષો થી બારે માસ અવિરત વહ્યા જ કરે છે. અને ધરતી પર પહોંચે છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કુદરતી રીતે ગિરિકંદરાઓમાં રચાયેલા એક પછી એક ડુંગરો પરથી સાત કુંડમાં થઇ એક બાદ એક ધોધનો રમણીય નજારો એટલે સાતકુંડાના ધોધ. આ ધોધ જોઇને કુદરત ઉપર આફરિન પોકારી જવાનું મન થઇ જાય! આવા અદભૂત દ્રશ્યને માણવું એક લ્હાવો છે.

સાતકુંડાના ધોધ
સાતકુંડાના ધોધ

મહીસાગર જિલ્લાના સાતકુંડામાં કુદરતી ઝરણાંનો અદભુત નઝારો: ગુફામાં સાતકુંડીયા મહાદેવ પર જળાભિષેક પથ્થરો કરે છે. અને ડુંગર પરથી સાત પાણીના ઝરણાં ધરતી સુધી પહોંચે છે. મહીસાગર જિલ્લાના મૂખ્યમથક લુણાવાડાથી આશરે 30 કિમીના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા આમ તો ત્રણ તાલુકાના ત્રિભેટે આવેલ છે. લુણાવાડા તાલુકો ઉપરાંત પંચમહાલ જિલ્લાનો શહેરા તાલુકો પણ નજીક છે.પ્રકૃતિ પ્રેમીઓ માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતિય ભેંટ છે. પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે. વરસતા વરસાદ અને ડુંગરોની વચ્ચે આવેલું સાતકુંડા ગામ ખાસ વર્ષાઋતુમાં સાતેય કાળા થી ખીલી ઉઠ્યું છે. જેનો નજારો જોઈને મન મંત્રમુગ્ધ બની જાય છે. જાણે ધોધ ઈન્દ્રઘનુષ્યની જેમ આહલાદક નજારો જોઈ લોકો ને સ્વર્ગ નો અહેસાસ કરાવે છે.

amzone 4 સાતકુંડામાં કુદરતી ધોધનો અદભૂત નઝારો, એક ડુંગર પર આવેલા છે સાત ધોધ

ડુંગરની વચ્ચે લીલાછમ વૃક્ષો પર ધરતી માતાએ લીલી ચુંદડી ઓઢી લીધી હોય ત્યારે ઊંચાઇએથી પડતા સંતરામપુર તાલુકાના સાતકુંડાના ડુંગર ઉપર પાણી ધોધ સાત ધોધ સાથે સાંત કુંડોમાં થઈ ધરતી સુધી પહોંચે છે આ કુદરતી સૌન્દર્યથી ભરપૂર અલ્હાદક નજારો અહીં જોવા મળે છે. આ કુદરતી સૌન્દર્ય જોઇને કુદરત ઉપર આફરિન પોકારી જવાનું મન થઇ જાય! આવા અદભૂત દ્રશ્યને માણવું એક લ્હાવો છે. પૂછ્યા વગર ન પહોંચાય તેવી રસ્તાની ભૂલભુલામણીમાં સાતકુંડાની નજીક પહોંચો એટલે અવિરત પડતાં ધોધનો ખળખળ અવાજ સ્વયંભૂ તે તરફ ખેંચી જાય છે. દૂરથી દોડીને ધોધની નજીક પહોંચી જવાનું મન થાય તેવા આ રમણીય સ્થળ પર સૌથી છેલ્લો કુદરતી સાતમો કુંડ પસાર કરી બીજી તરફ થોડા પગથિયાં ચઢીને ઉપર જાવ એટલે છઠ્ઠી અને સાતમોમાં ધોધની વચ્ચે પથ્થરોની હારમાળામાં વચ્ચોવચ કુદરતી ગુફામાં શિવજી, હનુમાનજી તેમજ ભૈરવદાદા બિરાજમાન છે.

સાતકુંડાના ધોધ
સાતકુંડાના ધોધ

સાત કુંડ પાસે આવેલી ગુફામંદિરના શિવજી એટલે સાતકુંડીયા મહાદેવ. ગુફામાં બે શિવલીંગ છે, માતાજી છે દર્શનાર્થે ગુફામાં પ્રવેશો સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે. ને પવિત્ર શ્રાવણ માસ સહિત બારે માસ દર્શનાર્થીઓ શિવલીંગ પર જળભિષેક કરી મહાદેવની મહિમાનું ગુણગાન ગાતા હોય તેવું દ્રશ્ય દેખાય છે. ગુફાની બહાર થોડે દૂર નાની બીજી ગુફામાં પૌરાણિક મુર્તિના ભગ્ન અવશેષો પ્રાચીનકાળની સ્થળની ખ્યાતિની શાખ પૂરે છે. પ્રકૃતિની ગોદમાં બેસીને પાણીની સાથે લીલીછમ હરિયાળી નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક ઔલોકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે! ઊંચાઇએથી પડતાં ધોધનું દ્રશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઇ જાય છે.અહીં પહોંચવાનો માર્ગ ઠેક ઠેકાણે તૂટી ગયેલ છે. તથા બેસવાની સુવિધા માટે બાંકડાઓ,ચા-પાણી નાસ્તો, શૌચાલય જેવી પ્રાથમિક વ્યવસ્થા જરૂરી હોવાથી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવામાંટે સરકાર દ્વારા પ્રયાસો પણ હાથ ઘરવામાં આવ્યા છે.

amzone 6 સાતકુંડામાં કુદરતી ધોધનો અદભૂત નઝારો, એક ડુંગર પર આવેલા છે સાત ધોધ

પાણીના ધોધના અવાજ કારણે સ્વયંભૂ મૌનવ્રત પાળવું પડે અથવા બૂમો પાડી બોલવું પડે, કોઈના શબ્દો નહીં, અહીં કુદરત બોલે છે. જેમ ઉપર જઈએ તેમ નાના થતાં કુદરતી કુંડ આવેલા છે. પ્રકૃતિની ગોદમાં બેસીને ધવલ પાણીની સાથે લીલીછમ્મ હરિયાળી, નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક ઔલોકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે! ઊંચાઇએથી પડતાં ધોધનું દ્રશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઇ જાય છે.

સાતકુંડાના ધોધ
સાતકુંડાના ધોધ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ફાગણ સુદ અગિયારસ જે આંબલી અગિયારસ તરીકે ઓળખાય છે તે દિવસે અહીં મેળો ભરાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ સ્થળની વિશેષતા એ છે દુષ્કાળના વર્ષોમાં પણ પાણી સુકાતું નથી સાત કુંડ સુધી પાણીની આવક નિરંતર વહે છે. પૃથ્વી પરનું અમૃત એટલે જળ અને તેની અછતના વર્ષોમાં નિરંતર અસ્ખલિત વહેતા રહેવાના કારણે કુદરતની કૃપા દ્રષ્ટિને પરિણામે અહીંની એક પ્રચલિત લોકમાન્યતા વધુ પ્રબળ બની છે. આ માન્યતા અનુસાર કોઈ માતા બાળકને જ્ન્મ આપ્યા પછી ધાવણ ન આવતું હોય, માતાના દૂધના પોષણ વગર કુમળું ફૂલ મૂરઝાતું હોય તો આ સાતકુંડાના કુંડના પાણીમાં માતાનો બ્લાઉઝ પલાળી માતાને પહેરાવામાં આવે તો દૂધની અમૃતધારા શરૂ થઈ જાય છે. આસપાસના વિસ્તારની અનેક માતાઓ શ્રધ્ધાના બળે દર્શનાર્થે આવે છે.

પાંડવો એ વસવાટ કર્યો હતો
સાતકુંડ માં આજ થી પાંચ હજાર વર્ષ પહેલા સાત કુંડા ખાતે ડુંગર ઉપર પાંડવો એ વસવાટ કર્યો હતો અને ત્યાં તેમને પાણી ની જરૂર હોવાથી સાત કુંડાના ડુંગર ઉપર પાણી માટે આયોજન રૂપી એક ગુફામાં પાણીથી ભરેલું તળાવની રચના કરી હતી.  આ ઇતિહાસ ઈસવીસન પૂર્વે થી એક બાદ એક ઘરડા લોકો રટતા અને દોહરાવતા આવ્યા છે. ગુફામાં થઇને તળાવ સુધી પહેલાના સમયમાં જવાતું હતું. પરંતુ અત્યારે ત્યાં ગુફા માં જવું અશક્ય છે. ગુફા એટલી સાંકળી અને અંધારા થી ભરપૂર છે કે ત્યાં જવું જીવ ની જોખમ છે.

પરંતુ સ્થાનિક લોકો દ્વારા કેટલાક ઘરડા લોકો વર્ષો પહેલા આ ગુફા માં ગયા હતા. અને ત્રણ કલાક ગુફા માં સુતા સુતા આગળ નીકળયા બાદ ઊંડા તળાવ પાણીથી ભરેલું હોય તેવો અવાજના ભાસ સાથે સ્થાનિક લોકો દ્વારા તળાવ ની ઊંડાઈ પણ માપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાત ખાટલાના આણ એટલે ખાટલાની દોરી ગુફામાં ઉતારવામાં આવી હતી પરંતુ તે સાત ખાટલાની આણ પણ ઓછું પડ્યું તેટલું ઊંડું તળાવ ગુફામાં આવ્યું હોવાનું આ સાતકુંડા સ્થળની અનોખી હારમાળા જે લોકો ને આકર્ષિત કરે છે. અને રાજ્ય સહીત આંતર રાજ્ય ના લોકો નિહાળવા માટે દૂર દૂર થી આ સ્થળ સુધી આવે છે અને આ સ્થળ ના અલાહદ્ક નજારાની મજા માણે છે.