Akshay Tritiya 2024: અક્ષય તૃતીયા જેને આપણે અખાત્રીજ તરીકે ઓળખીએ છીએ. અખાત્રીજ આ વર્ષે 10 મે શુક્રવારના રોજ પાંચ શુભ યોગોમાં ઉજવાશે. આ દિવસે દાન-પુણ્યનું વિશેષ મહત્વ હોય છે. જૈન ધર્મના લોકો પણ આ પર્વને પવિત્ર માને છે. તદુપરાંત, ભગવાન વિષ્ણુની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. આ ઉપરાંત ઉત્તમ યોગ, માલવ્ય યોગ, ધન યોગ, રવિ યોગ પણ નિર્માણ પામે છે. આ યોગમાં કરવામાં આવતી પૂજા, દાન, પુણ્યનું અનેકગણું ફળ મળે છે. આ દિવસે વણજોયેલું મુહૂર્ત હોવાથી ગમે તે સમયે શુભ કાર્ય કરી શકાય છે.
દાન-પુણ્ય, સોનું ખરીદવાની પરંપરા
માન્યતા મુજબ અક્ષય તૃતીયા એ તિથિ છે, જેનાથી સૌભાગ્ય અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પૃથ્વી પૂજનની સાથે સાથે દાન-પુણ્ય, સોનું ખરીદવાની પરંપરા છે. ખેડૂતો માતા અન્નપૂર્ણાની પૂજા કરે છે. ભગવાન પરશુરામનો જન્મ આ તિથિએ થયો હતો. માતા ગંગા અને માતા અન્નપૂર્ણાનુ અવતરણ ત્રેતાયુગમાં આ તિથિએ જન્મ થયો હતો. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના આ દિવસે કરી હતી. આ દિવસે જ યુધિષ્ઠિરને અક્ષયપાત્ર પ્રાપ્ત થયું હતું. બદ્રીનાથ અને કેદારનાથના દ્વાર આ દિવસે ખુલ્યા હતા. સ્વયંસિદ્ધ મુહૂર્ત પણ કહેવાય છે.
આ પણ વાંચો:વરુથિની અગિયારસનું મહત્વ જાણો, ક્યારે વ્રત કરવામાં આવશે
આ પણ વાંચો:
આ પણ વાંચો: