Gujarat High Court/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક જ દિવસમાં મતગણતરી રાખવા હાઇકોર્ટમાં રજુઆત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જોઇએ તેવી માગણી સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે કેસને પ્રાથમિક રીતે સ્વીકારતા ઇલેક્શન કમિશન અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર જે પણ જવાબ રજૂ કરવા માંગતા હોય તે સોગંદનામા પર 6 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજુ કરે તેવો કોર્ટનો હુકમ છે. […]

Ahmedabad Gujarat
Gujarat High Court Live Law min સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક જ દિવસમાં મતગણતરી રાખવા હાઇકોર્ટમાં રજુઆત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જોઇએ તેવી માગણી સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે કેસને પ્રાથમિક રીતે સ્વીકારતા ઇલેક્શન કમિશન અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર જે પણ જવાબ રજૂ કરવા માંગતા હોય તે સોગંદનામા પર 6 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજુ કરે તેવો કોર્ટનો હુકમ છે. 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.

આગામી 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચૂંટણીપંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. મહાનગરોની ચૂંટણીનાં પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણીપ્રક્રિયા પ્રભાવિત થઈ શકે એવી અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે, સાથે જ અરજદારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ એવી રજૂઆત કરી છે. હાઈકોર્ટ દ્વારા આગામી 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…