Recipe/ ‘બિકાનેરી સેવના પરાઠા’ તીખું ખાવાના શોખીનો માટે પરફેક્ટ વાનગી

તો ચાલો આપને બનાવતા શીખવીએ ‘બિકાનેરી સેવના પરાઠા’…

Food Lifestyle
paratha po 'બિકાનેરી સેવના પરાઠા' તીખું ખાવાના શોખીનો માટે પરફેક્ટ વાનગી

રોજ એકનું એક ભોજન થાળીમાં પીસવામાં આવે તો, એક દિવસ એ ભાવતી વાનગી પણ ભાવતી બંધ થઈ જાય છે. તો ચાલો આજે તમને એક નવી વેરાયટી વિશે જણાવીએ, તેનો સ્વાદ તમને ચોક્કસથી દાઢે વળગશે.. તો ચાલો આપને બનાવતા શીખવીએ ‘બિકાનેરી સેવના પરાઠા’…

બિકાનેરી સેવના પરાઠા બનાવવા માટેની સામગ્રી:
૩ નંગ ક્રશ કરેલી ડુંગળી
૪ નંગ ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર
૧ ટી સ્પૂન મારી પાઉડર
૧ ચમચી ચાટ મસાલો
સ્વાદ મુજબ મીઠુ
૧ ચમચી મરચું પાવડર
૧ બાઉલ બિકનેરી સેવ ને હાથ વડે થોડી મસળી ને ઝીણી કરી લેવી

Bikaneri Bhujia - Chatorayindia

લોટ બાંધવા માટે
૧ બાઉલ ઘઉં નો લોટ
૧/૨ ચમચી મીઠું
૨ ચમચી તેલ
શેકવા માટે તેલ

બિકાનેરી સેવના પરાઠા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ લોટ માં તેલ અને મીઠું નાખી લોટ બાંધી લો લોટ ને ઠીક બાંધવો પછી ડુંગળી ને છોલી ને છીણી લો અને ડુંગળી ને નીચોવી ને પાણી કાઢી લો પછી નીતરેલી ડુંગળી ને એક બાઉલ માં લઇ તેમાં કટ કરેલા લીલા મરચાં, મરચુ પાઉડર, મરી પાવડર અને ડુંગળી ના માપ ની મીઠું નાખી મિકસ કરો લો. પછી જ્યારે પરાઠા બનાવવા હોય ત્યારે મિશ્રણ માં બીકાનેરી સેવ અને કોથમીર નાખી મિકસ કરી લો પછી લોટ માંથી નાનો લુવો લઇ તેની નાની રોટલી જેવી વણી લો. ત્યારબાદ..

Crispy & Roasted Patra | Shivaay Delights

તેમાં સેવ અને ડુંગળી નું સ્ટફિંગ મૂકી પેક કરી ફરીથી વણી લો અને નોન સ્ટીક તવી પર તેલ મૂકી બન્ને બાજુ એથી ગોલ્ડન બ્રાઉન શેકી લો પછી સર્વીગ પ્લેટ માં લઇ દહી અને કેચઅપ સાથે સર્વ કરો