Helth/ આ પાંચ વસ્તુની ઉણપથી તમારા સ્વાસ્થય પર થશે માઠી અસર..

દોડધામ ભરેલા જીવનમાં આરામ મલવો મુશ્કેલ બની ગયો છે પરંતુ જો આરામ કરવા છતાં પણ આપણા શરીરમાં નબળાઈ અને આળસનો અનુભવ થાય છે તો તેનો સીધે સીધો અર્થ એ છે કે તમારા શરીરમાં થોડા મિનરલ્સ એટલે ખનીજોનું ઉણપ આવી ગઈ છે

Health & Fitness Lifestyle
helt આ પાંચ વસ્તુની ઉણપથી તમારા સ્વાસ્થય પર થશે માઠી અસર..

આજકાલની દોડધામ ભરેલા જીવનમાં આરામ મલવો મુશ્કેલ બની ગયો છે પરંતુ જો આરામ કરવા છતાં પણ આપણા શરીરમાં નબળાઈ અને આળસનો અનુભવ થાય છે તો તેનો સીધે સીધો અર્થ એ છે કે તમારા શરીરમાં થોડા મિનરલ્સ એટલે ખનીજોનું ઉણપ આવી ગઈ છે. માટે એ વાત જાણવી જરૃરી છે કે ક્યા મિનરલ્સની ઉણપથી આ સમસ્યા થાય છે.

કેલ્શિયમ

 કેલ્શિયમ મજબુત હાડકા અને મજબુત દાંત માટે જરૂરી છે. તેની ઉણપ થવાથી થાક, ભૂખની ખામી, માસપેશીઓમાં નબળાઈ, અનિયમિત ધબકારા વગેરેની સમસ્યા થઇ જાય છે. એટલા માટે જરૂરી છે કે તમે ખાવામાં દૂધ, દહીં, પનીર, સફરજન, વટાણા, બ્રોકોલી અને કોબીનો ઉમેરો કરો. પલાળેલી બદામ પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.

જીંક

જીંક એક જરૂરી ખનીજ છે, જે પ્રોટીન સંશ્લેષણ, ડી એન એ સંશેલષણ અને રોગ પ્રતિકારક શક્તિને વધારવાના કામમાં આવે છે. ગર્ભાવસ્થા, બાળપણ અને કિશોરાવસ્થામાં તેની પૂર્તિ થવી જરૂર છે. જીંક મળે છે રેડ મીટ અને પોલ્ટ્રી જેવા ઉત્ત્પાદનોમાં. શાકાહારી લોકો માટે કઠોળ, આખુ અનાજ અને દૂધ માંથી બનેલી વસ્તુઓ માંથી જીંકનું ઘણું પ્રમાણ મળી જાય છે. આ ખનીજની ઉણપ થવાથી ઝાડા, વાળ ખરવા અને પુરુષોમાં નપુંસકતાની તકલીફ થઇ શીકે છે.

આયરન

આ સૌથી વધુ સામાન્ય રીતે જોવા મળતી ઉણપ છે. આપણી રક્ત કોશિકાઓમાં શરીરના અડધાથી વધુ આયરન મળી આવે છે. અને હિમોગ્લોબીનનું સ્તર આયરનનું શરીરમાં કેટલું પ્રમાણ છે તેની ઉપર આધાર રાખે છે. તેની ઉણપથી નબળાઈ, થાક, આંખોની આગળ અંધારું આવવું વગેરે લક્ષણ જોવા મળે છે. માંસ, મરધી અને માછલી આયરનનો સૌથી સારો સ્ત્રોત છે પણ જે લોકો શાકાહારી છે તેમના માટે શાકભાજી અને દાળ પણ સારો વિકલ્પ છે.

પોટેશિયમ

આ ખનીજ શરીરમાં ઇલેક્ટ્રોલાઈટની જેમ કામ કરે છે અને હ્રદયની કાર્યપ્રણાલી, માંસપેશીઓમાં સંકોચન અને નર્વસ સીસ્ટમને ઠીક કરવાનું કામ કરવા માટે કામ કરે છે. તેની ઉણપ થવાથી માંસપેશીઓમાં નબળાઈનો અનુભવ થાય છે. કબજીયાત, સોજા કે પેટનો દુઃખાવો પણ તેના લક્ષણ છે. પોટેશિયમની ઘણી વધુ ઉણપ થવાથી અનિયમિત હ્રદય ધબકારાની સમસ્યા થઇ જાય છે, જેનાથી મૃત્યુ પણ થઇ શકે છે. તેની ઉણપ પૂરી કરવા માટે ખાવામાં કેળા, પાંદડા વાળા શાક, બીટ, બટેટા અને પ્લમનો ઉમેરો કરો.

મેગ્નીશીયમ

શરીરની ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ ખનીજની જરૂર પડે છે, જેમ કે બ્લડ શુગર લેવલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાવાળી પ્રક્રિયાઓ, મગજ, માંસપેશીઓ અને ઉતકો સાથે જોડાયેલી પ્રક્રિયા વગેરે. શરીરના 60 ટકા મેગ્નેશીયમ હાડકાઓમાં અને બાકી 40% માંસપેશીઓ અને સોફ્ટ ટીશ્યુસમાં રહે છે. મેગ્નેશીયમની ઉણપ થવાથી થાક, નબળાઈ, જીવ ગભરાવો, ઉલટી વગેરે લક્ષણ જોવા મળે છે. આ ખનીજની ઉણપ પૂરી કરવા માટે તમારે તમારા આહારમાં મગફળી, બાદમ, આખું અનાજ અને લીલા પાંદડા વાળા શાકભાજી સામેલ કરવા જોઈએ.