Not Set/ ચેતીજજો… N-95 માસ્ક અને ફેસ સિલ્ડ મળીને પણ કોરોનાને ફેલાતો રોકી શકતા નથી

કાળમુખા કોરોનાની ખપ્પરમાંથી બચવા માટે યોગ્ય સાવચેતીઓ રાખવાની સલાહ શરુઆતથી જ આપવામાં આવી રહી છે. સંક્રમણ સંપર્કથી જ વધે છે અને બને તેટલો સંપર્ક ટાળવો આ બિમારીથી દુરી બનાવી રાખવા માટે જરુરી છે. લોકો કોરોનાથી દુરી બનાવી રાખવા માટે અનેક પ્રકારનાં નિયમો પાળે છે જ, અરે ઘણીવાર આપણી નજરોમાં એવા ઘણાં લોકો પણ આવે છે, જેને […]

Health & Fitness Lifestyle
af6d2167a73bdd460a70c3498da4d328 ચેતીજજો... N-95 માસ્ક અને ફેસ સિલ્ડ મળીને પણ કોરોનાને ફેલાતો રોકી શકતા નથી

કાળમુખા કોરોનાની ખપ્પરમાંથી બચવા માટે યોગ્ય સાવચેતીઓ રાખવાની સલાહ શરુઆતથી જ આપવામાં આવી રહી છે. સંક્રમણ સંપર્કથી જ વધે છે અને બને તેટલો સંપર્ક ટાળવો આ બિમારીથી દુરી બનાવી રાખવા માટે જરુરી છે.

લોકો કોરોનાથી દુરી બનાવી રાખવા માટે અનેક પ્રકારનાં નિયમો પાળે છે જ, અરે ઘણીવાર આપણી નજરોમાં એવા ઘણાં લોકો પણ આવે છે, જેને આપણે માસ્ક વિના રસ્તા પર ફરતા જોઇએ છીએ અને ઘણા એવા પણ લોકો જોવા મળે છે જે દરેક સમયે માસ્ક પહેરી રાખે છે.

આ મામલે પર થયેલા એક સર્વેમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે અને તે સૌ ને ચોકાવનારો પણ છે. જી હા, પરિણામમાં સામે આવ્યું છે કે….ચેતીજજો… N-95 માસ્ક અને ફેસ સિલ્ડ મળીને પણ કોરોનાને ફેલાતો રોકી શકતા નથી.

ભારતીય-અમેરિકન રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી છે કે, એક્સહેલેશન વાલ્વ વાળા માસ્ક સાથે ફેસ શીલ્ડ પહેર્યા બાદ પણ કોરોનાની ઝપેટમાં સરળતાથી આવી શકાય છે. જો કોરોનાથી સંક્રમિત કોઇ વ્યક્તિ ખાંસે તો તેના લારવાના ટીપામાંથી નીકળતો કોરોના વાયરસ ફેસ શીલ્ડની દિવાલોમાં ફરતો રહે છે.

Why face shields boost coronavirus mask efficiency - Los Angeles Times

ફ્લોરિડા અટલાંટિક યુનિવર્સિટી (એફેયૂ)માં સીટેકના ડાયરેક્ટર, પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઑફ ચેર મનહર ધનક કહે છે, સમયની સાથે આ ડ્રોપલેટ્સ સામે અને પાછળની તરફ બંને દિશાઓમાં ઘણા મોટા પ્રમાણમાં ફેલાય છે. જો કે સમયની સાથે તેની અસર પણ ઓછી થઇ જાય છે.

સરળતા સાથે કહેવામાં આવે તો બને ત્યાં સુધી ઘરમાં રહો, બહાર જાવ તો પોતાની સુરક્ષાને ધ્યાને રાખી સલામત દુરી સાથે પોતાનું કામ કરો અને બને તેટલો સંપર્ક ટાળો, કોરોનાથી ડરવાની બીલકુલ જરુર નથી, પરંતુ કોરોનાથી સાવચેત રહેવાની બીલકુલ જરુર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews