Not Set/ વર્લ્ડ ટીબી દિવસની થઈ ઉજવણી , હવે ટીબીથી છૂટકારો મેળવવો છે સરળ

ટીબી એટલે કે Tuberculosis  દર વર્ષે 24 માર્ચના દિવસે વિશ્વભરમાં world Tuberculosis દિવસ ઉજવણી કરવામાં આવે છે જેથી આ રોગ વિશે વધુને વધુ જાગૃતિ આવે. ગત રોજ પણ આ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી.સાથે સાથે એવો મધ્યવર્તી વિચાર પણ વહેતો કરવામાં આવ્યો કે જો વેળાસર પગલાં લેવાય તો આ રોગમાંથી ઉગરી શકાય છે. એક સર્વે પ્રમાણે […]

Health & Fitness Lifestyle
World TB Day H 1 વર્લ્ડ ટીબી દિવસની થઈ ઉજવણી , હવે ટીબીથી છૂટકારો મેળવવો છે સરળ

ટીબી એટલે કે Tuberculosis  દર વર્ષે 24 માર્ચના દિવસે વિશ્વભરમાં world Tuberculosis દિવસ ઉજવણી કરવામાં આવે છે જેથી આ રોગ વિશે વધુને વધુ જાગૃતિ આવે. ગત રોજ પણ આ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી.સાથે સાથે એવો મધ્યવર્તી વિચાર પણ વહેતો કરવામાં આવ્યો કે જો વેળાસર પગલાં લેવાય તો આ રોગમાંથી ઉગરી શકાય છે.

એક સર્વે પ્રમાણે વિશ્વભરમાં થતા કુલ મોતમાંથી 10 મોતના મુખ્ય કારણમાં ટીબી હોય છે. જો સમયસર આ બિમારીની સારવાર કરવામાં ન આવે તો  તે ઘાતક બની શકે છે. આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા અનુસાર માઇકોબેક્ટેરિયમ ટ્યૂબરક્યુલોસિસ એવું તત્વ છે જેના કારણે ટીબી થાય છે. દર વર્ષે 20 લાખ કરતાં પણ વધારે લોકોને આ બિમારી અસર કરે છે.  જોકે સમયસર ઇલાજ ન થતા આ વિષાણુ લોહી દ્વારા આખા શરીરમાં ફેલાઈ જાય છે.

ટીબીના પ્રકાર વિશે જાણો

ટીબીના ઘણા પ્રકાર છે  તે દિમાગ,યૂટરસ, મોં, લિવર,કિડની,ગળું, હાડકાં જેવા શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. જોકે સૌથી વધુ ખતરો ફેંફસાના ટીબીનો હોય છે. ટીબી શરીરના જે ભાગમાં થાય છે તેની સાથે સાથે આખા શરીરને અસર કરે છે. આ એક ગંભીર સ્વાસ્થય સમસ્યા છે  કારણ કે તે બેક્ટેરિયા પ્રજનન માર્ગેમાં પહોંચે છે. તો વ્યક્તિને જેનાઇટલ ટીબી અને પેલ્વિક ટીબી થઈ શકે છે. જે મહિલાઓ અને પુરૂષો બંનેમાં વંધ્યંત્વનું કારણ બની શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO ના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં 2014માં  આ બિમારીથી 15 લાખ  લોકોના મોત થયા છે.  તો વર્ષ 2015માં  96 લાખ મોત થયા છે

ટીબીના લક્ષણ

તમને 2 અઠવાડિયા કરતાં વધારે સમય ખાસી રહે છે તો તેની અવગણના ન કરશો

ખાસી સાથે કફ આવે કે લોહી પડે.

ભૂખ ઓછી લાગે અને વજન સતત ઘટતું જાય

વારંવાર તાવ આવે, ઠંડીમાં પણ પરસેવો થાય

શ્વાસ લેતી વખતે છાતીમાં દુખાવો થાય

આવા લક્ષણો જણાય. તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો શરૂઆતના તબક્કામાં જ સચોટ સારવાર મળે તો ટીબીના રોગમાંથી ઉગરી શકાય છે. ટીબીની દવા 6-8 મહિના ચાલતી હોય છે તે વ્યવસ્થિત રીતે કરવી