lose weight/ વજન ઓછું કરવા કસરત નહી ‘ ફક્ત ઉંઘ છે જરૂરી’, સંશોધનમાં સામે આવી આ બાબત

સંશોધનમાં જાણવા મળ્યું કે 55% ભારતીયો જરૂરી ઊંઘ કરતાં ઓછી એટલે કે સરેરાશ 6 કલાકની ઊંઘ લઈ રહ્યા છે. એટલું જ નહીં, 21% લોકો માત્ર 4 કલાક જ ઊંઘી શકે છે. સંશોધન મુજબ તમામ વયના લોકો માટે પૂરતી ઊંઘ લેવાનો સમય અલગ-અલગ હોય છે.

Health & Fitness Lifestyle
મનીષ સોલંકી 5 વજન ઓછું કરવા કસરત નહી ‘ ફક્ત ઉંઘ છે જરૂરી’, સંશોધનમાં સામે આવી આ બાબત

અત્યારે મોટાભાગના લોકો Obesityનો સામનો કરી રહ્યા છે. બદલાતા આહાર અને જીવનશૈલીના કારણે લોકો મેદસ્વીપણાનો શિકાર થઈ રહ્યા છે. જ્યારે સ્વાસ્થ્યમાં મુશ્કેલીઓ આવે ત્યારે વજન ઉતારવા ડાયટ અને કસરતનો સહારો લેતા હોય છે. આપણે હંમેશા સાંભળ્યું છે કે વજન નિયંત્રણમાં રાખવું હોય તો શારિરીક પરિશ્રમ કરો.

રિસર્ચમાં સામે આવ્યું

Obesityનો સામનો કરી રહેલ બાળકોને તેમના માતા-પિતા કાયમ સલાહ આપે છે કે વજન ઓછું કરવા થોડું શરીરને હલાવો. આવા બાળકોના માતાપિતાને લાગે છે કે તેમના બાળકો આળસુ છે. આથી તેઓ બાળકને દોડો, રમો, કસરત કરવા જેવી સલાહ આપે છે. પરંતુ હવે માતાપિતા વજન ઉતારવા માટે પોતાના બાળકને ‘ઉંઘવાની સલાહ આપશે’. શું ખરેખર આ શક્ય છે. શું છે ‘વજન ઉતારવા ઉંઘનું વિજ્ઞાન’. આ મામલે હાલમાં યુરોપમાં એક રિસર્ચ કરવામાં આવ્યું. જેમાં સામે આવ્યું છે કે જે લોકો પૂરતી ઉંઘ નથી લેતા તેમનું વજન વધારે છે. આ સંશોધન પાંચ દેશોના લગભગ 15 હજાર લોકો પર કરવામાં આવ્યું હતું. આમાં લોકોના સૂવાના, જાગવાના, બેસીને કામ કરવાના અને કસરત કરવાના સમય પર સતત નજર રાખવામાં આવી હતી.

Capture 11 વજન ઓછું કરવા કસરત નહી ‘ ફક્ત ઉંઘ છે જરૂરી’, સંશોધનમાં સામે આવી આ બાબત

આ રિસર્ચ મુજબ સંતુલિત ઉંઘ આપણા જીવન માટેનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમજ પૂરતી ઊંઘ ના લેવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય મુશ્કેલી સર્જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે 55% ભારતીયો જરૂરી ઊંઘ કરતાં ઓછી એટલે કે સરેરાશ 6 કલાકની ઊંઘ લઈ રહ્યા છે. એટલું જ નહીં, 21% લોકો માત્ર 4 કલાક જ ઊંઘી શકે છે. સંશોધન મુજબ તમામ વયના લોકો માટે પૂરતી ઊંઘ લેવાનો સમય અલગ-અલગ હોય છે.

વય મુજબ ઉંઘનો સમય

સામાન્ય રીતે શાળામાં અભ્યાસ કરતા બાળકોએ 9 કલાકથી 11 કલાકની ઊંઘ લેવી જોઈએ. જ્યારે કોલેજ જતા બાળકોએ 8 થી 10 કલાકની ઉંઘ લેવી. જ્યારે 21 વર્ષથી 60 વર્ષ સુધીના લોકોએ 9 કલાક અને 60 વર્ષ બાદ સીનીયર સીટીઝને 7 થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ. આ સંશોધનમાં ઉંમર આધારિત ઉંઘનો સમય નક્કી કરવામાં આવ્યો. જે લોકો એક મર્યાદા કરતા વધારે ઊંઘ લેતા હોય છે તો તેમના સ્વાસ્થ્ય અને વજન પર પણ વિપરીત અસર થાય છે. ખાલી સમયમાં ફોનનો ઉપયોગ કરવાને બદલે ઉંઘ લેવી જોઈએ તેમજ આખો સમય સૂતા રહેવાના બદલે કસરત માટે પણ સમય કાઢવો જોઈએ. અર્થાત્ કસરત, ઉંઘ અને દીનચર્યાને લઈને તમારે સંતુલન રાખવું.


whatsapp ad White Font big size 2 4 વજન ઓછું કરવા કસરત નહી ‘ ફક્ત ઉંઘ છે જરૂરી’, સંશોધનમાં સામે આવી આ બાબત


આ પણ વાંચો : Tunnel Collapses/ ઉત્તરકાશી સુરંગ દર્ઘટનામાં બચાવકાર્યમાં આધુનિક ઓગર મશીનનો ઉપયોગ, થાઈલેન્ડ ટીમની લેવાશે મદદ

આ પણ વાંચો : Ahmedabad/ અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં ITના દરોડા

આ પણ વાંચો : Cricket World Cup 2023/ વર્લ્ડકપ-2023 ભારત-ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ મેચ ‘મેદાનની અંદર અને બહાર થયા રેકોર્ડ’