સફળ પરીક્ષણ/ ભારતે કર્યું અગ્નિ-4 મિસાઈલનું સફળ પરીક્ષણ,જાણો ખાસિયત

ભારતીય સેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ તેમની શક્તિશાળી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM) અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે.

Top Stories India
24 ભારતે કર્યું અગ્નિ-4 મિસાઈલનું સફળ પરીક્ષણ,જાણો ખાસિયત

ભારતીય સેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ તેમની શક્તિશાળી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM) અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 6 જૂન 2022 ના રોજ સાંજે 7.30 વાગ્યે ઓડિશાના ચાંદીપુર સ્થિત એપીજે અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું.

મિસાઈલે તમામ માપદંડોને પૂરા કરતી વખતે ચોક્કસ લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન મિસાઈલના ટેકનિકલ માપદંડો, હુમલાની ટેકનિક, નેવિગેશન વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક નિયમિત તાલીમ પ્રક્ષેપણ હતું. જેમાં તમામ ઓપરેશનલ પેરામીટર્સની ફરી તપાસ કરવામાં આવી છે. ભારત આ પરીક્ષણથી કહેવા માંગે છે કે તે તેની વિશ્વસનીય લઘુત્તમ પ્રતિકાર ક્ષમતા જાળવી રાખશે