રાજકોટ/ સમગ્ર ગુજરાતનાં નાટય મંચન તરીકે જાણીતા એવા હેમુગઢવી નાટ્યગૃહમાં આવી સુવિધાઓ ઉભી કરાઈ

નવીનીકરણ પામેલા આ નાટયગૃહમાં આરામદાશ ખુરશીઓ નાખવામાં આવી છે એટલું જ નહી  અઘતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે

Gujarat Rajkot
Untitled 63 સમગ્ર ગુજરાતનાં નાટય મંચન તરીકે જાણીતા એવા હેમુગઢવી નાટ્યગૃહમાં આવી સુવિધાઓ ઉભી કરાઈ

સમગ્ર ગુજરાતનાં નાટય મંચન કે પછી અન્ય કાર્યક્રમો માટે બધાનું માનીતું હેમુ ગઢવી નાટયગૃહે હવે નવા રંગરૂ પ ધારણ કર્યા છે. અને હવે ટુંક સમયમાં અહીં કાર્યક્રમો પણ શરૂ  થઈ જશે. રાજય સરકાર દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત હેમુગઢવી નાટય ગૃહનું આશરે ૬ કરોડ રૂ પિયાના ખર્ચે નવીનીકરણ કરવામા આવ્યું છે. જેમાં  હવે કલાકારો ઉપરાંત દર્શકોને વધુ સુવિધા સાથેનું નાટયગૃહ ઉપલબ્ધ બન્યું છે.

કોરોના અને નવીનીકરણની કામગીરીને કારણે હેેમુ ગઢવી નાટયગૃહના બંને થીયેટર છેલ્લાં ૧૮ માસથી બંધ હતા પરંતુ હવે આ નવીનીકરણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીના  હસ્તે ઉદઘાટન કરવામાં આવશે . મોટાભાગે તા . ૧૮ મી સપ્ટે.થી આ નાટયગૃહનું બુકિંગ શરુ કરવામાં આવશે.

નવીનીકરણ પામેલા આ નાટયગૃહમાં આરામદાશ ખુરશીઓ નાખવામાં આવી છે એટલું જ નહી  અઘતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે . આ ઉપરાંત નવું કલરકામ ગ્રીન રૂમમાં નવી સુવિધા , સ્ટેજ લાઈસ , એર કંડીશન સીસ્ટમ એક્રોલીક વોલ પેનલિંગ અને  એક્રોસ્ટિક સિલિંગ સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ , વોટર પ્રુફોગ , નવી બુકિંગ  ચેમ્બર સહિતની  અનેક નવીનવી  સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે , આ નવા અદ્યતન મેઈન  થીયેટરનું ભાડુ ૧૦ હજાર રૂપિયા અને ૨૦ હજાર રૂ પીયા  ડીપોઝીટ નક્કી કરવામાં આાવ્યા છે.

આ જ રીતે મીની થીયેટરમાં ૪ હજાર રૂ પીયા ભાડુ અને ૧ર હજાર રૂપેયિા ડીપોઝીટ નક્કી કરવામાં  આવ્યા છે. ભાડા ઉપરાંત  લેવાયેલી રકમાંથી બિલ્હીંગ જાળવણી વીમો હાઉસ ટેકસ લાઈટ એસી ઓપરેટીંગ ચાર્જ માઈક, જનરેટર ઓપરેટીંગ ચાર્જ સિકયોરીટી વોટર ચાર્જ અને ગ્રાઉન્ડ ભાડુ વસુલવામાં આવશે. આ નાટય ગૃહ માટે સવારે ૮ થી ૧ બપોરે ૨ થી ૭, અને રાત્રે ૮ થી ૧ એમ ત્રર શિફટ માટે ભાડે  આપવામાં આવશે. બુકિંગનો સમય સવારે ૯ થી ૧ અને ૪ થી ૭નો રહેશે. કોઈ પુછપરછ માટે ફોન નં.  ૨૪૬૫૯૯૪ ઉપર સંપર્ક  કરવાનો રહેશે જો કે, બુકિંગ ફોન ઉપર નહી  કરવામાં આવે અને નિયત ફોર્મ  ભર્યું હશે  તેનું બુકિંગ જ  માન્ય ગણવામાં આવશે.