Religion/ આવો છે અપાર મહિમા શંખલપુરની રાણી માઁ બહુચરાજીનો…

બહુચરાજી માતાજીનું શંખલપુર ધામ,સમગ્ર ભારત સહિત ગુજરાતમાં સુપ્રસિધ્ધ છે. જગવિખ્યાત શ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં દરરોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ માથુ ટેકવી જીવનમાં પુણ્યનું ભાથું બાંધી રહયા છે. બહુચરાજીની આજુબાજુનો વિસ્તાર દંડસુર રાક્ષસના નિયંત્રણ હેઠળ હતો. તેમની રાજધાની રાજપુરા હતી. જુનવાણી રૂપમાં બહુચરાજી માતાએ દંડસુરને માર્યો હતો અને વૈદિક ધર્મ પુનઃસ્થાપિત કર્યો હતો. સતીની શક્તીઓમાંથી એક છે મા […]

Others Dharma & Bhakti
bahucharaji temple આવો છે અપાર મહિમા શંખલપુરની રાણી માઁ બહુચરાજીનો...

બહુચરાજી માતાજીનું શંખલપુર ધામ,સમગ્ર ભારત સહિત ગુજરાતમાં સુપ્રસિધ્ધ છે. જગવિખ્યાત શ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં દરરોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ માથુ ટેકવી જીવનમાં પુણ્યનું ભાથું બાંધી રહયા છે. બહુચરાજીની આજુબાજુનો વિસ્તાર દંડસુર રાક્ષસના નિયંત્રણ હેઠળ હતો. તેમની રાજધાની રાજપુરા હતી. જુનવાણી રૂપમાં બહુચરાજી માતાએ દંડસુરને માર્યો હતો અને વૈદિક ધર્મ પુનઃસ્થાપિત કર્યો હતો.

સતીની શક્તીઓમાંથી એક છે મા બહૂચરાજી, આમતો બહુચર માતાના પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે. બહુચરાજીએ ઉપલા જમણા હાથમાં તલવાર, ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ, નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશૂલ ધારણ કરેલાં છે. તેમનું વાહન કૂકડો છે, જે નિર્દોષતાનું પ્રતિક મનાય છે. મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે. શ્રી બહુચરી એક સિદ્ધ શક્તિ છે. આવો જોઇએ બહેચરાજીમાં બિરાજેલા મા બહૂચરનો મહિમા.

આવો જોઇએ બહેચરાજીમાં બિરાજેલા મા બહૂચરનો મહિમા..

બહૂચરાજીમાં દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પુનમ તથા આસો પુનમ-શરદ પુનમ ના દિવસે રાત્રે પાલખી બહુચરાજી થી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે ૩ કિ.મી. દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે. માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આજે બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે વધુ એક માતાજીના મહિમા સાથે..