Not Set/ ગુજરાતી સીંગર ભુમિ પંચાલનાં ત્રાસનાં કારણે યુવકે ઝેર પી આપઘાતનો કર્યો પ્રયાસ

અમદાવાદ,   જાણીતી ગુજરાતી આલ્બમ સીંગર ભુમિ પંચાલ અને તેનો પરિવાર કાયદાકીય સંકજામાં આવ્યા છે. અમદાવાદનાં રામોલ પોલિસ સ્ટેશનમાં ભુમિ પંચાલ અને તેના પરિવાર સામે એક યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ફરીયાદ દાખલ થઈ છે. યુવકે કરેલી પોલિસ ફરીયાદ પ્રમાણે યુવકને વસ્ત્રાલનાં સુરેલિયા સર્કલ પાસે બોલાવી ભૂમિ પંચાલ, તેના ભાઈ અને પિતાએ માર માર્યો હતો. જે […]

Ahmedabad Gujarat
bhoomi panchal 2132 ગુજરાતી સીંગર ભુમિ પંચાલનાં ત્રાસનાં કારણે યુવકે ઝેર પી આપઘાતનો કર્યો પ્રયાસ

અમદાવાદ,  

જાણીતી ગુજરાતી આલ્બમ સીંગર ભુમિ પંચાલ અને તેનો પરિવાર કાયદાકીય સંકજામાં આવ્યા છે. અમદાવાદનાં રામોલ પોલિસ સ્ટેશનમાં ભુમિ પંચાલ અને તેના પરિવાર સામે એક યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ફરીયાદ દાખલ થઈ છે. યુવકે કરેલી પોલિસ ફરીયાદ પ્રમાણે યુવકને વસ્ત્રાલનાં સુરેલિયા સર્કલ પાસે બોલાવી ભૂમિ પંચાલ, તેના ભાઈ અને પિતાએ માર માર્યો હતો. જે બાબતનું યુવકને લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

રામોલનાં સુરેલિયા રોડ પર આવેલી ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા અમિત વાળંદ હેર કટિંગની દુકાન ધરાવે છે. થોડા સમય અગાઉ ભૂમિની ઓળખાણ અમિત સાથે થઇ હતી. આ ઓળખાણ પછી ભૂમિએ દાવો કર્યો હતો કે અમિત તેની પાછળ પડી ગયો છે અને તેને વારંવાર હેરાન કરે છે.

અમિત અને ભુમિ વચ્ચે ચાલી રહેલા ઇસ્યુમાં સમાધાન કરવા બંને પક્ષ તૈયાર થયા હતા. બે દિવસ પહેલા બપોરનાં સમયે ભૂમિએ સમાધાન કરવા અમિતને સુરેલિયા પાસે બોલાવ્યો હતો. જ્યાં ભૂમિનો ભાઈ લાલો પંચાલ, પિતા ડાહ્યાભાઈ પંચાલ અને મિત્ર કિરપાલસિંહ વિહોલા હાજર હતા. બધાય ભેગા થઈ અમિતને ગાળો ભાંડી હતી અને ભૂમિની સામે જોતો નહી નહીંતર ખોટા કેસમાં ભરાવી દઈશ તેમ કહીં માર માર્યો હતો. બાદમાં અમિત પોતાના ઘરે જતો રહ્યો હતો અને તેને મનમાં લાગી આવતા જાહેરમાં જ સર્કલ પાસે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

અમિતને સારવાર માટે એલજી હોસ્પિટલ દાખલ કરાયો છે. રામોલ પોલીસે મારામારી અને ધાકધમકીનો ગુનો નોંધી ભૂમિ પંચાલ સહિત ચારની ધરપકડ કરી છે. તેમજ ભૂમિ પંચાલ સહિતના તમામ આરોપીઓને મેટ્રો કોર્ટમાં રામોલ પોલીસે રજૂ કર્યા. જો કે આરોપીઓની સામેનો ગુનો જામીનપાત્ર હોવાથી મેટ્રો કોર્ટે તમામને જામીન પર મુક્ત કર્યા છે.