Not Set/ ઓલપાડમાં સેનાખાડી બ્રિજ પર શેરડી ભરેલા ટ્રેક્ટર પલટ્યું, બે બાળકોના મોત

શહેરના ઓલપાડના સરસ રોડ પર શેરડી ભરેલા અને પંચર થયેલા ટ્રેકટરમાંથી બે બાળકો શેરડી ખેંચવા દોડ્યાં હતાં. આ દરમિયાન ટ્રેકટર સેના ખાડી પર પલટી મારી ગયું હતું.

Gujarat Surat
ટ્રેક્ટર
  • ઓલપાડમાં સેનાખાડી બ્રિજ પર આકસ્માત
  • અકસ્માતમાં 2ના મોત, 2 આબાદ બચાવ
  • અકસ્માતમાં રોડ પર જતા બાળકો બનયા ભોગ
  • શેરડી ભરેલા ટ્રેક્ટરમાં પંચર થતા ઘટના
  • ટ્રેક્ટર અન્ય વાહન સાથે ટક્કર લાગતા અકસ્માત
  • અકસ્માતમાં ટ્રેક્ટરે ખાધી પલ્ટી

સુરતમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ઓલપાડમાં સેનાખાડી બ્રિજ પર આકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 2 બાળકોનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે બે લોકોનો આબાદ બચાવ થયો છે.

આ પણ વાંચો :મહીસાગરમાં 65 વર્ષીય વૃદ્ધા સાથે યુવાને આચર્યું દુષ્કર્મ, પછી પીડિતાએ કર્યું આવું…

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના ઓલપાડના સરસ રોડ પર શેરડી ભરેલા અને પંચર થયેલા ટ્રેકટરમાંથી બે બાળકો શેરડી ખેંચવા દોડ્યાં હતાં. આ દરમિયાન ટ્રેકટર સેના ખાડી પર પલટી મારી ગયું હતું. દરમિયાન ટ્રેક્ટરની સ્પીડ ઓછી હોવાથી લઘુમતિ સમાજના 10 વર્ષની ઉંમરના બે બાળકો શેરડી ખેંચવા દોડ્યાં હતાં. આ દરમિયાન જ કાંઠા સુગરનું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જેથી શેરડીની નીચે બન્ને બાળકો દબાઈ ગયા હતાં. બાદમાં તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.

અકસ્માતમાં બે બાળકો શેરડી ભરેલા ટ્રેકટરના પલટતાં બન્ને બાળકોને બચાવવા માટે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે, બાળકોને ઝડપથી બહાર કાઢવા માટે થઈને જેસીબીની મદદ લેવામાં આવી હતી. જો કે બન્ને બાળકોના મોત નીપજ્યાં હતાં. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :વેજલપુરમાં 17 વર્ષીય સગીરા સાથે આચરાયું દુષ્કર્મ, પ્રેમજાળમાં ફસાવી રૂ. 8.50 લાખ પણ પડાવ્યા

આ પણ વાંચો : આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ, ઓનલાઇન વર્ગો પણ યથાવત્ રહેશે

આ પણ વાંચો :નાણા વસૂલીના આરોપ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલીના એંધાણ!

આ પણ વાંચો :અમદાવાદનું આ સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનનું મંદિર આવતીકાલથી દર્શનાર્થે ખોલવામાં આવશે