Not Set/ વડોદરામાં ગ્રીષ્મા કેસ વાળી ઘટના થતા અટકી, અહીં પણ યુવકે યુવતીનું ગળું કાપી પીધી દવા

વડોદરામાં એક યુવકે યુવતીના ગળે ચાકુ વડે હુમલો કરીને પોતે દવા પીધી હોવાની ઘટના સામે આવી છે. જો કે આ ઘટનામાં યુવતીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Gujarat Vadodara
વડોદરામાં ગ્રીષ્મા કેસ

રાજ્યમાં દિનપ્રતિ દિન ગુનાહિત ઘટનાઓ સતત વધી રહી છે. ગાંધીના ગુજરાતમાં એક પછી એક ગુનાહિત ઘટનાઓ સામે આવી છે. છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી સતત હત્યાનો વનાવ વધી રહ્યા છે. રવિવારના દિવસે સુરતમાં ગ્રીષ્મા નામની યુવતીની ફેનિલ નામના યુવકે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી. આ ઘટના હજુ તો રાજ્યના લોકોની આંખ સામેથી હટી પણ નથી કે ફરી એકવાર વડોદરામાં ગ્રીષ્મા કેસ વાળી બનતા બનતા અટકી હતી. વડોદરામાં એક યુવકે યુવતીના ગળે ચાકુ વડે હુમલો કરીને પોતે દવા પીધી હોવાની ઘટના સામે આવી છે. જો કે આ ઘટનામાં યુવતીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :સુરતમાં 10 વર્ષના બાળકના અપહરણ બાદ કરવામાં આવી હત્યા,જાણો

વડોદરામાં ગ્રીષ્મા કેસ વાળી ઘટના થતા અટકી

આપને જણાવી દઈએ કે, આ ઘટનામાં યુવકે પ્રેમિકા નહીં પરંતુ પોતાની પૂર્વ પત્નીને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જોકે, અહીં સુરત જેવી ઘટના બનતા અટકી ગઈ હતી. વડોદરા પોલીસે પૂર્વ પત્નીની હત્યાનો પ્રયાસ કરનારા યુવકની ધરપકડ કરીને કાર્યવાહી શરુ કરી દીધી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, વડોદરાના ખોડિયાર નગરમાં રહેતો ગણપત ખાંટ,આ જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પરમ લગ્ન કરી સંસાર માંડ્યો હતો. દાયકાના લગ્નજીવનમાં બનેન વચ્ચે જોઈએ તેવો મનમેળ ના હતો. અવાર-નવાર ટંટો -ફસાદ, અને કજિયા રહેતા હતા. લાંબા સમયથી ચાલી રહેલા ખટરાગ બાદ પાંચે’ક મહિના પહેલા બંનેએ છુટ્ટા પડવાનો નિર્ણય કર્યો હતો. પોતાની થી અલગ થઇ ને રહેતી દીપિકા સુખી જીવન જીવી શકે તે પૂર્વ પતિ ગણપતને પસંદ નહોતું. આ સમય દરમિયાન પણ ગણપત અવાર-નવાર પરેશાન કરતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો.   તે મહિલાને મારી નાખવાની પણ ધમકી આપતો હતો. આવામાં તેણે મહિલા પર ઘાતકી હુમલો કર્યાની ઘટના પણ બની છે.

છૂટાછેડા બાદ શાંતિથી પોતાનું જીવન ગુજારતી મહિલાને તેનો પૂર્વ પતિ વારંવાર પરેશાન કરતો હતો આવામાં બપોરના સમયે તેણે પૂર્વ પત્નીના ઘરે પહોંચીને હોબાળો કર્યો હતો. જેમાં પૂર્વ પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા તેને ગળાના ભાગે ઈજા થઈ હતી. સુરતમાં ગ્રીષ્મા સાથે બની હતી તેવી જ ઘટના વડોદરામાં બનતા અટકી ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ થયેલી મહિલાને તેના પરિવારજનો દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બીજી તરફ આ મામલે પોલીસને જાણ થતાં આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં પણ ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીની જેમ ગણપતે આપઘાતના પ્રયાસનું નાટક કર્યું હતું. પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને આરોપી ગણપત ખાટની ધરપકડ કરીને કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચો : રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 884 કેસ નોંધાયા, જયારે 13 દર્દીના મોત થયા

આ પણ વાંચો :ચુડાના નવી મોરવાડ ગામે રેશનિંગની દુકાનમાં ઘંઉ, ચોખા અને કેરોસીનની ચોરી

આ પણ વાંચો : રૂપાલના વરદાયિની માતાને 1500 ડોલથી શણગારવામાં આવ્યા

આ પણ વાંચો : કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદમાં પોલીસ વિભાગે કરી ફ્લેગ માર્ચ