Tellywood/ ‘ધ કપિલ શર્મા’ શોમાં પાછો નહીં ફરે સુનીલ ગ્રોવર, સલમાન ખાને નથી કર્યો કોઈ ફોન

ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરને પરત લેવાની કોઈ યોજના નથી. રિપોર્ટ્સ અનુસાર, સુનીલ ગ્રોવરને સલમાન ખાન દ્વારા શોમાં પાછા ફરવાનું કહેવા માટે કોઈ કોલ આવ્યો નથી.

Entertainment
a 224 'ધ કપિલ શર્મા' શોમાં પાછો નહીં ફરે સુનીલ ગ્રોવર, સલમાન ખાને નથી કર્યો કોઈ ફોન

ધ કપિલ શર્મા શો અચાનક બંધ થઇ જતાં તેના ચાહકોનું દિલ તૂટી ગયું છે. દરેક જણ દર અઠવાડિયે આ શોની આતુરતાથી રાહ જોતા હતા. પરંતુ હવે પરેશાન થવાનું જરૂર નથી, કેમ કે કપિલ જુલાઈમાં આ શોને નવા અંદાજમાં પાછો લઈને આવી રહ્યો છે. અહેવાલો અનુસાર સુનીલ ગ્રોવર પણ આ વખતે કપિલના શોમાં જોવા મળવાનો હતો. પરંતુ હવે તેણે આ શોમાં પાછા ફરવાની ના પાડી દીધી છે.

એક ખાનગી માધ્યમના અહેવાલ અનુસાર, ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરને પરત લેવાની કોઈ યોજના નથી. રિપોર્ટ્સ અનુસાર, સુનીલ ગ્રોવરને સલમાન ખાન દ્વારા શોમાં પાછા ફરવાનું કહેવા માટે કોઈ કોલ આવ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોથી મળતા અહેવાલો મુજબ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર સાથે કામ કરવાના હતા. સલમાન ખાન બંનેમાં સમાધાન કરાવી રહ્યા છે અને સલમાન પણ આ શોના નિર્માતા પણ છે.

Image result for kapil sharma sunil grover

આ પણ વાંચો : મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્માએ સ્વીમીંગ પૂલમાં વરસાવ્યો કહેર, જુઓ

કપિના શર્મા શો કોરોના કોરોના મહામારીને કારણે પ્રેક્ષકો વિના ચાલે છે, પરંતુ જ્યારે જુલાઇમાં આ શો ફરી પ્રસારિત થશે, ત્યારે તેમાં પહેલાની જેમ પ્રેક્ષકો પણ હશે. કપિલના શોમાં આવતા પ્રેક્ષકો શોનો મહત્વનો ભાગ રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે કોરોનાની માર ઇન્ડસ્ટ્રીમાં પર પડી, ત્યારે શો પ્રેક્ષકો વિના ચાલવા લાગ્યો. શોના મહેમાનો સાથે શ્રોતાઓની વાતચીત ખુબ જ મિસ કરવામાં આવી.

Image result for kapil sharma sunil grover

કપિલ શર્મા તાજેતરમાં જ બીજી વખત પિતા બન્યો છે. ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો. શો પ્રસારિત થતાં પહેલાં કપિલે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાતચીત કરી હતી અને શો બંધ થવાનું વાસ્તવિક કારણ ચાહકોને કહ્યું હતું. કપિલે ટ્વિટ કર્યું – કારણ કે મારે મારી પત્ની સાથે ઘરે સમય પસાર કરવો છે. અમે બીજી વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છીએ. ”કપિલના આ ટ્વિટ પર ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : નિધિ અગ્રવાલને ચાહકોએ બનાવી ભગવાન, મંદિર બનાવી કરી પૂજા, એક્ટ્રેસે કહ્યું આવું…

વર્કફ્રન્ટની વાત કરીએ તો સુનીલ ગ્રોવર હાલમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ તાંડવમાં જોવા મળ્યો હતો. સુનિલની સાથે આ સીરીઝમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, ઝીશન અયુબ, ગૌહર ખાન સહિતના ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સીરીઝમાં સુનિલને તેના શ્રેષ્ઠ અભિનય માટે પ્રેક્ષકો તરફથી ખૂબ પ્રશંસા મળી છે. સુનીલનું આ રૂપ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ